GSTV
Home » News » આજે વસંત પંચમી, મા સરસ્વતીની આરાધના માટેનો શ્રેષ્ઠ દિવસ

આજે વસંત પંચમી, મા સરસ્વતીની આરાધના માટેનો શ્રેષ્ઠ દિવસ

હિંદૂ પંચાગ પ્રમાણે મહા સુદ પાંચમના દિવસે વસંત પંચમી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે વિદ્યાદેવી માઁ શારદાની પુજા થાય છે. આ વર્ષે 29 જાન્યુઆરી એટલે કે આજે વસંત પંચમી છે.

વસંત પંચમીએ પ્રકૃતિનો ઉત્સવ છે. આ દિવસે કોઇ પણ કાર્યનો શુભઆરંભ મુહર્ત જોયા વિના કરી શકાય છે. આ પર્વ અજ્ઞાનનો નાશ કરી પ્રકાશ તરફ લઇ જાય છે. સુર્યના ઉતરાયણ થયા બાદ વસંત પંચમી પહેલો ઉત્સવ આવે છે.

આ રીતે કરો મા સરસ્વતીની પૂજા

વસંત પંચમીના દિવસે પીળાં વસ્ત્રો પહેરી સરસ્વતી માતાની પૂજા કરવાનું ખૂબ મહત્વ હોય છે. આ દિવસે ઉત્તર દિશા તરફ મુખ રાખી પૂજા કરવી જોઇએ તેમજ પુજા વખતે ‘ૐ એં સરસ્વત્યૈ નમ:’ મંત્રનો જાપ કરવો. આ દિવસે સરસ્વતી માતાની પૂજા કરવાથી વિદ્યામાં વૃદ્ધિ થાય છે. તેમજ એકાગ્રતામાં વધારો થાય છે.

વસંત પંચમી પ્રકૃતિનો ઉત્સવ છે. ભગવાન કૃષ્ણએ ગીતામાં ‘ઋતૂનાં કુસુમાકર:’ કહીને વસંતને પોતાની વિભૂતિ માની છે. જેમ યુવાની જીવનની વસંત છે તેમ વસંત સૃષ્ટીની યુવાની છે. આમ આપણી ઋતુઓમાં પણ વસંતનું ખૂબ મહત્વ છે. શાસ્ત્રોમાં વસંત પંચમીના દિવસે સરસ્વતી પૂજાને ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

Read Also

Related posts

શિક્ષિકાએ ઢોર માર મારતા હોસ્પિટલમાં દાખલ થયો વિદ્યાર્થી, ‘સોટી વાગે સમસમ અને વિદ્યા આવે રમઝમ…’નો બહોળા પ્રમાણમાં કર્યો ઉપયોગ

pratik shah

લો બોલો! ચોરોથી ATM તૂટ્યું નહી તો રસ્તે રઝળતું મૂકીને નાસી છૂટ્યાં, પોલીસને પણ છૂટ્યો પરસેવો

pratik shah

દિલ્હીમાં હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા કેજરીવાલ અને સિસોદીયા, 106 લોકો પર ફરિયાદ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!