GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

સચિન તેંડુલકર માટે આજનો દિવસ ખૂબ યાદગાર છે…. જાણો કેમ?

1999માં વન-ડે ક્રિકેટનો વર્લ્ડ કપ ઇંગ્લેન્ડમાં યોજાયો હતો અને તેમાં 23મી મેએ ભારત અને કેન્યા વચ્ચે મેચ રમાનારી હતી. બ્રિસ્ટોલ ખાતેની આ મેચ આમ તો ભારત માટે ખાસ મહત્વની કહી શકાય નહીં કેમ કે, હરીફ ટીમ કેન્યાની હતી પરંતુ ભારતમાં કરોડો રમતપ્રેમીઓ મેચ શરૂ થવાની અને તે માટેની ભારતની ટીમ જાહેર થાય તેની રાહ જોઈ રહ્યા હતા. વાત એમ હતી કે ભારતમાં જેને ભગવાન માનવામાં આવે છે તે સચિન તેંડુલકર એ મેચમાં રમશે કે નહીં તે અંગે શંકા હતી કેમ કે, હજી ચારેક દિવસ અગાઉ (19મી મેએ) તેના પિતાનું નિધન થયું હતું.

વર્લ્ડ કપમાં દેશ માટે રમવાની સલાહ

સચિન આ સમાચાર સાંભળીને ભાવુક બની ગયો હતો અને મુંબઈ આવ્યો હતો. તેણે ઇંગ્લેન્ડથી રવાના થતાં અગાઉ કોચ અંશુમન ગાયકવાડની મંજૂરી લીધી હતી. મુંબઈમાં પિતા રમેશ તેંડુલકરની અંતિમ વિધી પૂરી કર્યા બાદ સચિન વિચારતો હતો કે હવે શું કરવું ત્યારે તેની માતા, પત્ની અને ભાઈ અજિત તેંડુલકરે તેને ઇંગ્લેન્ડ જઈને વર્લ્ડ કપમાં દેશ માટે રમવાની સલાહ આપી. સચિન બે દિવસમાં તો પરત ફરી ગયો અને હવે તે કેન્યા સામે રમી રહ્યો હતો.

ચૂપચાપ બેટિંગ શરૂ કરી

સમગ્ર દેશવાસીઓ અધ્ધર શ્વાસે તેની બેટિંગ નિહાળી રહ્યા હતા. જેના પિતાના નિધનને હજી ચાર દિવસ માંડ થયા હતા ત્યારે 26 વર્ષનો આ યુવાન ઇંગ્લેન્ડમાં દેશ માટે રમી રહ્યો હતો. ઓપનર સદાગોપન રમેશ અને સૌરવ ગાંગુલીની વિકેટ પડ્યા બાદ સચિન મેદાન પર આવ્યો અને રાહુલ દ્રવિડ સાથે જોડાઈ ગયો. તેણે ચૂપચાપ બેટિંગ શરૂ કરી. એક પછી એક ફટકા લગાવવા લાગ્યો અને ભારતની ઇનિંગ્સ પૂરી થઈ ત્યારે તે 140 રન પર રમતો હતો. 101 બોલની રમતમાં તેણે 16 બાઉન્ડ્રી ઉપરાંત ત્રણ સિક્સર પણ ફટકારી હતી. સદી પૂરી કરીને તેણે આકાશમાં બેટ અધ્ધર કરીને આ સદી તેના પિતાના અર્પણ કરી.

વન-ડે ક્રિકેટમાં આ તેની 22મી સદી હતી

આ ક્ષણ ટીવી પર નિહાળનારા લાખો દેશવાસીઓની આંખમાં આંસૂ હતા અને સચિનની આંખમાં પણ આંસૂ હતા. વન-ડે ક્રિકેટમાં આ તેની 22મી સદી હતી. એ પછી તો તેણે ઘણી સદી ફટકારી, પરંતુ આથી વધુ મહત્વની અન્ય કોઈ સદી તેના માટે નહીં હોય. આથી જ જીવનમાં કહેવાય છે કે, શો મસ્ટ ગો ઓન. એ દિવસે સચિને ધાર્યું હોત તો તે મુંબઈમાં રહી શક્યો હોત, ઇંગ્લેન્ડ ગયા બાદ પણ તે પેવેલિયનમાં બેસી રહી શક્યો હોત. કેન્યા સામેની મેચ હતી એટલે ભારત તેના વિના પણ જીતી શકે તેમ હતું, પરંતુ આ સચિન હતો જે ક્રિકેટથી વધુ કોઈ વાતને મહત્વ આપતો નથી.

READ ALSO

Related posts

અનલોક-1માં ખાણી-પીણીની લારીઓ ખુલશે કે નહી? લેવાયો આ નિર્ણય

Bansari

મુંબઈમાં એક અઠવાડિયામાં 8 હજારથી વધુ બેડ ઉપલબ્ધ થશે, કોરોના કેર સેન્ટરનું કામ અંતિમ તબક્કામાં

Ankita Trada

અનલોક-1: સુરતના આ રૂટ પર આજથી દોડશે BRTS, રિક્ષામાં બે મુસાફરો બેસાડી શકાશે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!