GSTV
Home » News » આજે ભારત માટે ‘ફેંસલે કી ઘડી’, ન્યુઝિલેન્ડ સામે જંગ

આજે ભારત માટે ‘ફેંસલે કી ઘડી’, ન્યુઝિલેન્ડ સામે જંગ

ભારતે જે રીતે લીગ મેચોમાં માત્ર એક જ પરાજય સાથેનો ધમાકેદાર દેખાવ કર્યો છે તે જોતા ન્યુઝીલેન્ડ તો ઠીક ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ જેવી ટીમ પણ ફફડી રહી છે કે વર્લ્ડકપ પર કબજો તો ભારતનો જ છે. ન્યુઝીલેન્ડની ટીમ ૧૧ પોઈન્ટ સાથે પાકિસ્તાન જોડે બરાબરી કરી માંડ નેટ રન રેટની રીતે સેમિફાઈનલમાં ચોથા ક્રમે પ્રવેશી છે.

ન્યુઝીલેન્ડે સારા પ્રારંભ બાદ જેમ વર્લ્ડકપ નિર્ણાયક તબક્કે આગળ ધપતો ગયો તે જ સમયે તેનું ફોર્મ ગુમાવીને ત્રણ પરાજ્યો પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સામે સહન કર્યા છે. ત્રણેય હાર વધુને વધુ દુર્દશા તરફ લઈ જનારી જણાઈ હોઈ ન્યુઝીલેન્ડના આત્મવિશ્વાસ પર ફટકો પહોંચ્યો છે.

ન્યુઝીલેન્ડ પોતે એવી માનસિકતા સાથે ઉતરશે કે તેઓ માંડ અને નસીબના જોરે સેમિફાઈનલમાં પ્રવેશ્યા છીએ. ન્યુઝીલેન્ડ સામે સેમિફાઈનલ સાથે અને ફાઈનલનો માર્ગ આસાન બને તેથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પોઈન્ટ ટેબલ પર પ્રથમ રહેવાની સ્પર્ધા જામી હતી. જેમાં ભારતે શ્રીલંકાને હરાવી સફળતા મેળવી જ્યારે ઓસ્ટ્રેલિયા તેની આખરી લીગ મેચમાં સાઉથ આફ્રિકા સામે હારી જતાં બીજા ક્રમે પોઈન્ટ ટેબલ પર રહ્યું હતું.

કોઈ મેજર અપસેટ કે ન્યુઝીલેન્ડના બેટ્સમેન કે બોલરનો જીવનભરનો યાદગાર દેખાવ જ ભારતને હરાવી શકે તેમ છે. ટીમની તુલના, ફોર્મ અને જુસ્સો જોતા ભારત ખાસ્સી વજનદાર ટીમ લાગે છે. તેમાં પણ ભારત તરફ આ વર્લ્ડકપમાં પાંચ સદી ફટકારી ચુકેલા રોહિત શર્મા અને ફાસ્ટ બોલર બુમરાહની ફોર્મ પર એ રીતની પકડ છે કે તેઓ ફસકી પડે તેમ નથી લાગતું.

કોહલી પણ ફોર્મમાં જ છે પણ રોહિત શર્મા અને હવે તો ઓપનર રાહુલ જ મોટાભાગની ઓવરો અને રન બનાવી લેતા હોઈ બાકીના બેટ્સમેનોનું કામ સ્કોરને ૩૦૦થી ૩૫૦ વચ્ચે લઈ જવાનું બાકી રહે છે. ભારતને માટે વધુ આત્મ શ્રધ્ધા જગાડનારૂં એ પરિબળ છે કે ભારત પ્રથમ બેટિંગ કરીને અને રન ચેઝ કરીને એમ બંને રીતે જીત્યું છે. પંત, હાર્દિક પંડયા, ધોની, હરિફ ટીમ પર આવતા સાથે જ પ્રભાવ પાડી શકે છે. તેઓ સેટ થવામાં સમય નથી લેતા.

જોકે રોહિત, રાહુલ, કોહલીને જ મહત્તમ બેટિંગ તક મળી છે. બોલિંગમાં બુમરાહ ઉપરાંત ભુવનેશ્વર કુમારના સ્થાને શમીને રમાડાય તેમ લાગે છે. ત્રણેયને પીચ જોઈને ઉતારાય અને એક જ સ્પિનરને પણ રમાડાય તેવી સંભાવના નકારી ના શકાય. ભારતે જાડેજાનો ઉપયોગ કરવાની જરૂર છે કેમ કે તે છઠ્ઠા બોલરની ખામી દૂર કરી શકે તેમજ લડાયક મિજાજનો ફિનિશર બેટ્સમેન અને ફિલ્ડર પણ છે.

નંબર ચાર પર પંત હજુ આધારભુત ના કહી શકાય. ન્યુઝીલેન્ડ મહદઅંશે વિલિયમસન, ટેલરની બેટિંગ અને બોલ્ટ-ફર્ગ્યુસનની બોલિંગ પર જ નિર્ભર છે. ટેલરે છેલ્લી ત્રણેક મેચથી ફોર્મ ગુમાવ્યું છે. ગપ્ટીલ ફલોપ રહ્યો છે. જો તે ઝળકે તો ભારત માટે તનાવ લાવી શકે.

નિશમ, લાથમ, ગ્રેન્ડહોમ જમાવટની આશા ઉભી કરીને આઉટ થાય છે ન્યુઝીલેન્ડ સેમિફાઈનલમાં જ વર્લ્ડકપ ઈતિહાસમાં ફસકી પડયું છે. જોકે ૨૦૧૫ની ફાઈનલમાં તેઓ ઓસ્ટ્રેલિયા સામે હાર્યા હતા. માંચેસ્ટરમાં આ વર્લ્ડકપની આખરી લીગ મેચમાં સાઉથ આફ્રિકાને ૩૨૫ રન અને ઓસ્ટ્રેલિયાએ આખરી ૨૫.૪ ઓવરોમાં ૧૯૬ રન ઉમેરી વળતી લડત સાથે ૩૧૫ રનનો જવાબ આપ્યો હતો. આ જ ગ્રાઉન્ડ પર સેમિફાઇનલ રમાનાર હોઈ હાઈ સ્કોરિંગ મેચ બની શકે તેમ છે.

Read Also

Related posts

આર્થિક મોરચે ભારતને વધું એક ઝટકો, વિશ્વ બેંક બાદ IMFએ પણ ઘટાડ્યો GDP

Ankita Trada

પાણીમાં ડૂબતી જોવા મળી પ્રીતિ ઝિન્ટા, કુતરાએ આવી રીતે બચાવી કે અભિનેત્રીએ ટ્વિટર પર જણાવી કહાની

Ankita Trada

કોડીની કિંમતે વેચાઈ રહ્યુ છે Heroનું આ Electric સ્કૂટર, કંપની આપી રહી છે જબરદસ્ત છૂટ!

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!