GSTV
Home » News » ‘મધર ઓફ બેટલ્સ’ તરીકે ઓળખાતી ભારત અને પાકિસ્તાનની મેચમાં આજે પાકિસ્તાન સૌથી વધારે દબાણમાં

‘મધર ઓફ બેટલ્સ’ તરીકે ઓળખાતી ભારત અને પાકિસ્તાનની મેચમાં આજે પાકિસ્તાન સૌથી વધારે દબાણમાં

ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ વર્લ્ડકપમાં આજે ભારત પાકિસ્તાનની ટીમ વચ્ચે મહામુકાબલો છે. જોકે, આ રોમાંચક મેચમાં વરસાદ વિલન બને તેવી શક્યતા છે. વરસાદની આશંકા વચ્ચે એશિયાના બે કટ્ટર હરીફો ભારત અને પાકિસ્તાન માન્ચેસ્ટરના ક્રિકેટ મેદાનમાં આમને-સામને ટકરાશે. આ મેચમાં ક્રિકેટ ચાહકોને હાઇવોલ્ટેજ મુકાબલો જોવા મળશે.

વર્લ્ડકપનો ભારત-પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો ‘મધર ઓફ બેટલ્સ’તરીકે ઓળખાય છે. જો કે માંચેસ્ટરથી ઓલ્ડ ટ્રેફર્ડ ગ્રાઉન્ડ પર રમાનાર મેચમાં વરસાદ વિલન બની શકે છે. માંચેસ્ટરમાં છેલ્લા બે દિવસથી અને આજે બપોર સુધી વરસાદ એ રીતે પડયો છે કે આઉટ ફિલ્ડ ખાસ્સુ ભીનું થઇ ગયું છે. વરસાદ રાત્રે કે સવારે ના પડે તો પણ આખી રાત્રિ ગ્રાઉન્ડને સુકવવાના પ્રયત્નોમાં કેટલી સફળતા મળી છે તે મેચ અગાઉ ખબર પડશે.

પાકિસ્તાન પર સૌથી વધારે દબાણ

ભારત કરતા પાકિસ્તાન વધુ દબાણ હેઠળ હશે કેમ કે પાકિસ્તાન વર્લ્ડકપના ઇતિહાસમાં ભારત સામેના શક્ય બનેલા છ મુકાબલામાંથી એકમાં પણ જીત્યું નથી.ભારતની વર્તમાન ટીમ પણ આઇસીસી રેન્કિંગમાં તેમના દેખાવને જોતા બીજા સ્થાને છે. પાકિસ્તાન આ વર્લ્ડ કપમાં બે મેચ હારી ચૂક્યું છે. અને એક મેચ જીત્યું છે. એક મેચ વરસાદે ધોઇ નાંખતા એક પોઇન્ટથી સંતુષ્ટ રહેવું પડયું છે.

પાકિસ્તાનના ચાર મેચમાંથી ત્રણ પોઇન્ટ જ છે જ્યારે બે મેચ જીત, એક અનિર્ણિત સાથે ત્રણ મેચમાંથી પાંચ પોઇન્ટ ધરાવે છે. ભારતની પાસે રોહિત શર્મા, કોહલી, રાહુલ અને હાર્દિક કે કાર્તિક છે. બોલિંગમાં બુમરાહ, ચહલ ભારે ફોર્મમાં છે. તો પાકિસ્તાન અનુભવી હાફિઝ, કેપ્ટન સરફરાઝ એહમદ આઝમ ઝમાન પર નિર્ભર છે. જો કે પાકિસ્તાન માટે મહત્તમ મદાર મોહમ્મદ આમીરનો ૧૦ ઓવરનો સ્પેલ કેવી અસરકારકતા બતાવે છે તેના પર છે. તે ઝડપથી ટેબલ ટર્ન કરી શકે છે. ટિકિટ અઢી લાખ રૂપિયામાં બ્લેકમાં વેચાય છે

READ ALSO

Related posts

પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીનું 67 વર્ષની વયે નિધન, લાંબા સમયથી હતા બીમાર

Arohi

ભાગ્યે જ જોવા મળતી બિમારીનો ભોગ બન્યા જેટલી, અરૂણ જેટલીને સોફ્ટ ટિશ્યુ સારકોમા કેન્સર હતુ

Riyaz Parmar

અસ્ત થયા અરૂણ: મોદી-શાહનાં સંકટમોચક અરૂણ જેટલીનું પાકિસ્તાન કનેક્શન કંઇક આવું હતું

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!