GSTV

આજના દિવસે શા માટે ખાવામાં આવે છે ખીચડી, જાણો શું છે તેનું મહત્વ

આજે મકરસંક્રાંતિનો તહેવાર છે. આ દિવસ ભગવાન સૂર્ય અને શનિને સમર્પિત છે. આ દિવસે ચોખા,ચણા,મગફળી,ગોળ,તલ અને અડદ જેવી ચીજોથી બનેલા ખરીફ પાક પર ભગવાન સૂર્ય અને શનિદેવની પૂજા કરવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસે ચોખા અને ઉરદ દાળની ખીચડી રાંધીને ભગવાન સૂર્યને અર્પણ કરવામાં આવે છે અને બધા લોકો તેને પ્રસાદ તરીકે ખાય છે અને બીજાને મોકલે છે.

જાણો શું છે ખીચડી ખાવાનું મહત્વ

મકરસંક્રાંતિના દિવસે દર વર્ષે દરેક ઘરમાં ખીચડી બનાવવાની પરંપરા છે. એટલા માટે ખીચડી પણ આ ઉત્સવનું એક નામ છે. પરંતુ આ વખતે ખીચડીના તહેવાર પર ખીચડી ખાવા અંગે લોકોમાં ભારે મૂંઝવણ છે. કારણ કે એવું માનવામાં આવે છે કે ગુરુવારે ખીચડી ન ખાવી જોઈએ. માનવામાં આવે છે કે ગુરુવારે ખિચડી ખાવાથી પૈસાની ખોટ થાય છે,અને વધુ ગરીબી આવે છે.

પરંતુ તેનો એક બીજો પક્ષ પણ છે. જે એ છે કે સંક્રાતમા દિવસે ખીચડી ખાવાથી સૂર્યદેવ ખૂબ પ્રસન્ન થાય છે. અને શનિના પ્રતિકુલ સ્વભાવમા કમી આવે છે. પરંતુ જો તમે ગુરુવારના દિવસે કીચડી ખાવાને લઈને અસમજંસની સ્થિતીમાં છો તો તમને જણાવી દઈએ કે  વખતે મકર સંક્રાતિના દિવસે ગુરુ, સૂર્ય અને શનિ દરેક મકર રાશિમાં સ્થિત છે. એવામાં તમે તમારી ખીચડીનો પ્રસાદ આપીને ખીચડી ખાવા માટે દોષ નહીં લાગે. આ તે છે કારણ કે તે નવગ્રહોનો પ્રસાદ માનવામાં આવશે.

શાસ્ત્રોમાં એવુ પણ કહેવામાં આવ્યુ છે કે પ્રસાદ કોઈ પણ દિવસે કોઈ પણ રૂપમાં ગ્રહણ કરી શકાય છે. તે કોઈપણ રીતે દોષપૂર્ણ હોતો નથી. બીજીવાત એ પણ છે કે આ દિવસે ખીચડી બનાવવા માટેની દરેક વસ્તુઓ જેમકે ચોખા, ઉરદની દાળ, ઘી અને નમક દાન કરવામાં આવે છે. જેનાથી બધી પ્રકારના ગ્રહદોષ દુર થાય છે. પ્રસાદ કોઈપણ દિવસે કોઈપણ રૂપમાં ગ્રહણ કરી શકાય છે.

READ ALSO

Related posts

મોદી ચલાવી રહ્યાં છે એ ટીવીના રિમોટના પાવર કાઢી નાખશે તામિલનાડુ, પીએમના સીએમ આ ચૂંટણીમાં ઘરભેગા થશે

Karan

ઓહ નો / એન્ટાર્કટિકામાં મુંબઈ શહેર કરતાં 2 ગણો મોટો આઈસબર્ગ છુટો પડ્યો, વૈજ્ઞાનિકોને પણ વધી ગયું ટેન્શન

pratik shah

મોદી સરકાર આવી ઝડપ રાખે તો દેશભરમાં એક રોડ ના હોય ઉબડખાબડ, 24 કલાકમાં એટલો બનાવ્યો કે બની ગયો વિશ્વ રેકોર્ડ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!