GSTV

મોટા સમાચાર: આજે લેવાશે ગુજકેટની પરીક્ષા, 1.17 લાખથી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપશે, દરેક વર્ગમાં ફક્ત 20 વિદ્યાર્થી બેસશે

Last Updated on August 6, 2021 by Pravin Makwana

 ધો.12 સાયન્સ પછીના ઈજનેરી-ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા 6ઠ્ઠીએ (આજે) ગુજકેટ પરીક્ષા લેવાશે. કોરોના બાદ ગુજરાત બોર્ડની આ બીજી મહત્વની પરીક્ષા છે. આ વર્ષે 1.17 લાખથી વધુ  વિદ્યાર્થી પરીક્ષા આપશે અને રાજ્યના 574 બિલ્ડીંગોમાં 5932 બ્લોકમાં પરીક્ષા લેવાશે.  સૌથી વધુ બી ગ્રૂપના 69153 વિદ્યાર્થીઓ છે. 

રાજ્યના 34 જિલ્લા કેન્દ્રોમાં 574 બિલ્ડીંગોના 5932 બ્લોકમાં પરીક્ષા લેવાશે. કોરોનાની એસઓપી સાથે લેવાનારી પરીક્ષામાં દરેક વર્ગમાં 20 વિદ્યાર્થી જ બેસાડવામા આવશે. આ વર્ષે ગત વર્ષથી 10 હજાર જેટલા ઓછા વિદ્યાર્થીઓ નોંધાતા 1,17,316 વિદ્યાર્થી પરીક્ષા આપશે. ગુજરાતી માધ્યમના  80670, અંગ્રેજી માધ્યમના 35571 અને હિન્દી માધ્યમના 1075 વિદ્યાર્થીે  છે. અમદાવાદ શહેરમાં 9753, ગ્રામ્યમાં 5491 વિદ્યાર્થી છે.

સૌથી વધુ સુરત જિલ્લામાં 15037 વિદ્યાર્થી પરીક્ષા આપશે. કુલ 1,17,316 વિદ્યાર્થીઓમાં યુવકો 70554, યુવતીઓ 46762 છે. એ ગ્રૂપમાં 47766, બી ગ્રૂપમાં 69153 અને એબી ગ્રૂપમાં 397 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આજે ગુજકેટ પરક્ષા માટે ગાંધીનગરમાં  માટે 24 કલાકનો સ્ટેટ કંટ્રોલ રૂમ પણ . દરેક જિલ્લામાં પરીક્ષા સમિતિ પણ રચાશે.

ત્રણ સેશનમાં લેવાનારી પરીક્ષામાં પરીક્ષાના અડધો કલાક પહેલાથી વિદ્યાર્થીએ સેન્ટરમાં જતુ રહેવાનું રહેશે અને વિદ્યાર્થી કેલ્ક્યુલેટર અને પેન સિવાય કોઈ પણ વસ્તુ લઈ નહી જઈ શકે.સવારે 9 વાગ્યાથી પરીક્ષા શરૂ થશે. ગુજકેટ ફોર્મ ભરનારા વિદ્યાર્થીમાંથી જો કોઈ વિદ્યાર્થી કોરોના સંક્રમિત હોય તો તે પરીક્ષા આપી નહી શકે.કેન્દ્રોમાં અલાયદી વ્યવસ્થા કરવામા આવી નથી. દરેક બિલ્ડીંગમા ક્લાસ-1 અધિકારી ઓબ્ઝર્વર તરીકે રહેશે.

exam

CBSEના 8881, ઓપન સ્કૂલના 734 વિદ્યાર્થી અને વિદેશના પણ 9 વિદ્યાર્થી 

ગુજકેટમાં આ વર્ષે ગુજરાત બોર્ડના 106456, સીબીએસઈના 8881 અને આઈસીએસઈના 429 વિદ્યાર્થીઓ  છે. નેશનલ ઓપન સ્કૂલિંગના 734 વિદ્યાર્થીઓ  છે. અન્ય રાજ્યોમાં મહારાષ્ટ્ર બોર્ડના 290, મધ્યપ્રદેશ બોર્ડના 51, રાજસ્થાન બોર્ડના 101, યુપી બોર્ડના 51, બિહાર બોર્ડના 61 , તેલંગાણાના 15 ,બિહાર ઓપન સ્કૂલના 15,  કર્ણાટકના 9, આંધ્રપ્રદેશના 8, હરિયાણાના 6 અને અન્ય રાજ્યોના બોર્ડના એકથી ચાર વિદ્યાર્થીઓ અને  અન્ય બોર્ડના 163 વિદ્યાર્થીે છે. આ વર્ષે ભારત બહારના 9 વિદ્યાર્થી પણ પરીક્ષા આપશે. કોરોનાને લીધે રાજ્ય બહારના વિદ્યાર્થીઓ આ વર્ષે ઘટયા છે.

READ ALSO

Related posts

ચૂંટણીમાં 150 પ્લસના ટાર્ગેટને પૂર્ણ કરવા ભૂપેન્દ્ર પટેલની ટીમને શિરે મોટી જવાબદારી, નવનિયુક્ત મંત્રીઓને દિલ્હી હાઇકમાન્ડની તાકીદ

Dhruv Brahmbhatt

GST કાઉન્સિલ/ પેટ્રોલ-ડીઝલને GSTમાં લાવવા ગુજરાત સહિતના રાજ્યોની ‘ના’, ભાવ ઓછા થવાની આશા નહિવત

Damini Patel

પર્દાફાશ/ પાકિસ્તાનના ઇશારે ભારતમાં મોટા આતંકી હુમલાનું કાવરતું, થયો આ ચોંકાવનારો ખુલાસો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!