રાજ્યમાં આજ રોજ છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 1274 કેસ નોંધાયા છે. જ્યારે સંક્રમણનાં લીધે 13 લોકોના મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસોની સંખ્યા 14,211 એ પહોંચી છે. રાજ્યમાં નવા 3022 દર્દીઓ સાજા થવાની સાથે અત્યાર સુધીમાં કુલ 11,90,271 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,808 લોકોનાં મોત થયા છે.

રાજ્યનો રિકવરી રેટ 97.94 ટકાએ પહોંચ્યો
રાજ્યનો રિકવરી રેટ 97.94 ટકાએ પહોંચ્યો છે તો રાજ્યમાં કુલ 14,211 એક્ટિવ કેસ નોંધાયેલ છે તો હાલમાં 103 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો 14,108 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે.

જાણો રાજ્યમાં આજ રોજ નોંધાયેલા કોરોનાના નવા કેસ, મૃત્યુ અને ડિસ્ચાર્જ દર્દીઓની સંપૂર્ણ વિગત

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 10 કરોડ 10 લાખને પાર વેક્સિનનાં ડોઝ અપાઇ ચૂક્યાં
રાજ્યમાં બીજી બાજુ વેક્સિનેશનનાં મોરચે પણ સરકાર મજબૂતાઇથી લડી રહી છે. ત્યારે હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 4 ને પ્રથમ અને 29 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચૂક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 1726 ને પ્રથમ અને 4720 ને બીજો ડોઝ અપાયો છે.
18 થી 45 વર્ષના નાગરિકો પૈકી 6883 ને પ્રથમ અને 25039 ને સેકન્ડ ડોઝ અપાયો હતો. 15 થી 18 વર્ષના નાગરિકો પૈકી 4062 ને પ્રથમ અને 24788 ને સેકન્ડ ડોઝ અપાયો હતો. 10856 ને પ્રિકોશન ડોઝ અપાઇ ચૂક્યાં છે. આ રીતે આજના દિવસમાં કુલ 78,107 રસીના ડોઝ અપાયા હતાં. જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 10,10,23,671 કુલ વેક્સિનનાં ડોઝ અપાઇ ચૂક્યાં છે.
READ ALSO :
- કતારમાં પ્રેમ કરવું ગુનો, મળશે 7 વર્ષની સજા; જાણો શા માટે જારી કરાયા આવા વિચિત્ર નિયમો
- 9 વર્ષ રાહ જોયા બાદ પહેલી સોલો ફિલ્મનો મળ્યો ચાન્સ, 2013ના ડેબ્યુ બાદ બીજી ફિલ્મ માટે વાણીએ 3 વર્ષ રાહ જોવી પડી
- દર્શકો માટે આનંદો/ હેરાફેરી 3માં લોકોની મનપસંદ એ જ ત્રિપુટી જોવા મળશે, બાબુભૈયાનો જોવા મળશે એ જ જૂનો અંદાજ
- બોલિવુડ/ સ્વરા ભાસ્કરે રણવીર શૌરીને ટ્વિટર પર કર્યું બ્લોક, અભિનેતાએ શેર કરી આ ફની મીમ
- પાખંડી પાકિસ્તાનની પોલ ખુલી: 26/11 હુમલાનો માસ્ટર માઈન્ડ સાજીદ મીર જીવિત, ગણાવ્યો હતો મૃત