GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

આજે કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં, ગુજરાતમાં 381 કેસ નોંધાયા; વધુ 1 દર્દીનું મોત

ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો થવા લાગ્યો છે. માત્ર કોરોના કેસમાં જ વધારો નહીં પણ મૃત્યુના કેસ પણ સામે આવ્યા છે. આજે ગુજરાતમાં કોરોનાના નવા 381 કેસ નોંધાયા છે. જ્યારે 269 દર્દીઓ સાજા થયાં છે. આજે સૌથી વધુ કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. તો રાજ્યમાં વધુ એક દર્દીનું મૃત્યુ નિપજ્યું છે. રાજ્યભરમાં આજે 555 લોકોનું રસીકરણ કરાયું છે.

રાજ્યમાં આ વિસ્તારોમાં કોરોનાના કેસ નોંધાયા

આજે કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં 120, મોરબીમાં 35, સુરતમાં 32, મહેસાણામાં 25, રાજકોટમાં 23, વડોદરામાં 20, સાબરકાંઠામાં 11 કેસ નોંધાયા છે. 

કચ્છમાં 1 કોરોના દર્દીનું મોત

તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ એક દર્દીનું મૃત્યુ નિપજ્યું છે. આજે કચ્છમાં એક કોરોના દર્દીનું મોત થયું છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 11054 દર્દીઓનો મૃત્યુ નિપજ્યા છે.

કુલ 6 દર્દીઓ વેન્ટીલેટર

રાજ્યમાં કોરોનાને કારણે કુલ મોતની સંખ્યા 11054 થઈ ગઈ છે. હાલમાં રાજ્યમાં કુલ 2247 એક્ટિવ કેસ છે, જેમાંથી 6 દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે. તો 2241 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.96 ટકા થઈ ગયો છે. તો રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 12,68,563 દર્દીઓ કોરોનાને મ્હાત આપી છે.

Related posts

‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન

Nakulsinh Gohil

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો

Nakulsinh Gohil

બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે

Hardik Hingu
GSTV