GSTV
World

Cases
5345964
Active
7395056
Recoverd
578562
Death
INDIA

Cases
319840
Active
592032
Recoverd
24309
Death

સોનાની કિંમતમાં 100 રૂપિયાની તેજી, જાણો ચાંદીનો ભાવ કેટલો

વૈશ્વિક સ્તર પર પીળી ધાતુના છ મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચવાની વચ્ચે સ્થાનિક ઝવેરાતી માંગ આવવાથી દિલ્હી બુલિયન માર્કેટમાં બુધવારે સોનુ 100 રૂપિયાની તેજી સાથે 32,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો. આ દરમ્યાન ઔદ્યોગિક માંગ આવવાથી ચાંદી 125 રૂપિયા ચમકી 38,125 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો. આવો તમને પણ જણાવીએ છીએ કે આંતરરાષ્ટ્રીય સ્તર પર સોના-ચાંદીની કિંમતોનું ઘરેલુ સ્તર પર શું અસર પડી.

આંતરરાષ્ટ્રીય સ્તરે સોનુ અને ચાંદી

આંતરરાષ્ટ્રીય સ્તરે લંડનનુ સોનુ હાજર 4.33 ડૉલરની છલાંગ લગાવીને 1273.40 ડૉલર પ્રતિ ઔસ પર પહોંચી ગયો. ફેબ્રુઆરીનો અમેરિકન સોનાનો વાયદો પણ 5.10 ડૉલરની તેજીની સાથે 1276.90 ડૉલર પ્રતિ ઔસ પર બોલાયો. વિશ્લેષકો મુજબ, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકન ફેડરલ રિઝર્વ વચ્ચે મૌદ્રિક નીતિને લઇને વધી રહેલા તણાવથી રોકાણકારોની રૂઝાન જોખમભર્યા રોકાણમાં ઘટ્યુ છે.

આ સાથે જ મેક્સિકોથી લાગેલી અમેરિકાના સીમા પર વાડ લગાવવા માટે પાંચ અબજ ડૉલરનું બિલ પસાર કરવા માટે સંઘીય વ્યય પર હસ્તાક્ષર કરવાથી ઈનકાર કરતા ટ્રમ્પની જીદને કારણે સુરક્ષિત રોકાણમાં આકર્ષણ વધુ વધ્યું છે. ટ્રમ્પના આ જીદ્દી વલણથી અમેરિકામાં સરકારી કામકાજ આંશિક રૂપે ઠપ છે. વિદેશી માર્કેટમાં ચાંદી હાજર પણ 0.12 ડૉલરની બઢતમાં 14.85 ડૉલર પ્રતિ ઔસ પર પહોંચી ગઇ.

ઘરેલુ સ્તર પર સોનુ અને ચાંદી

વૈશ્વિક તેજીની વચ્ચે ઘરેલુ ઝવેરાતી માંગ આવવાથી સોનુ સ્ટાન્ડર્ડ સતત ત્રીજા દિવસે વધારો નોંધાવી 100 રૂપિયા ચમકીને 12 ડિસેમ્બર બાદના સર્વોચ્ચ સ્તર 32,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો. સોનુ બિટૂર પણ આટલી તેજી સાથે 32,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો. આઠ ગ્રામ વાળી ગિન્ની પણ જોકે, 25,000 રૂપિયા પર સ્થિર રહીં.

ઔદ્યોગિક ગ્રાહક આવવાથી ચાંદી હાજર 125 રૂપિયાની તેજી સાથે 38,125 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવ પર પહોંચી ગઇ. ચાંદી વાયદો પણ 140 રૂપિયાના વધારામાં 37,680 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બોલાઇ. સિક્કા ખરીદી અને વેચાણ અનુક્રમે 74 હજાર અને 75 હજાર રૂપિયા પ્રતિ સો દીઠ પર રહ્યું.

READ ALSO

Related posts

આધાર કાર્ડ ખોવાઇ ગયું છે? ચિંતા છોડો આ ટિપ્સની મદદથી ડાઉનલોડ કરો e- Aadhaar, આ રીતે મળી જશે નવું

Bansari

PFના રૂપિયા ક્લેમ કરતી વખતે આ બે બાબતો ચેક કરવી છે ખૂબ જ જરૂરી, નહીંતર ફસાઇ જશે આખુ ફંડ

Bansari

Whatsapp થઇ ગયું ઠપ્પ: ભારત સહિત દુનિયાભરના કરોડો યુઝર્સ પરેશાન, લૉગઇન કરવામાં પણ થઇ મુશ્કેલી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!