એરલાઇન્સ આજથી વગર કોઈ ક્ષમતા પ્રતિબંધ ઘરેલુ ઉડાન સંચાલિત કરી શકે છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ગયા સપ્તાહે એનું એલાન કર્યું હતું. મંત્રાલયે કોઈ ક્ષમતા પ્રતિબંધ વગર 18 ઓક્ટોબર, 2021થી નિર્ધારિત ઘરેલુ હવાઈ સંચાલનને ફરી શરુ કરવાનો નિર્ણય લીધો છે. મંત્રાલયે આ નિર્ણય હવાઈ યાત્રા માટે યાત્રીઓની માંગને ધ્યાનમાં રાખીને કર્યો છે. મંત્રાલયના આદેશ મુજબ, એરલાઇન્સ 18 સપ્ટેમ્બરથી પોતાની કોવિડ પૂર્વ ઘરેલુ સેવાઓનું 85%નું સંચાલન કરી રહી છે .