GSTV

ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આંટો જેવી સ્થિતિ હોવાથી RCEPના વિરોધમાં આજે ભારતભરમાં ખેડૂતોના દેખાવો

ખેડૂતોની ઘો ખોદનાર RCEPના વિરોધમાં આજથી ખેડૂતોનો દેખાવો શરૂ થયો છે. રાષ્ટ્રીય કિસાન મહાસંઘના નેજા હેઠળ ખેડૂતો દેશના તમામ જિલ્લામાં દેખાવો કરી કલેક્ટરને આવેદન પત્ર આપશે. આરસીઇપી મુક્ત વેપાર સમજૂતિ બાદ ચીની માલથી દેશના બજારો છલકાઇ જશે અને અહીંના ઉદ્યોગો લાચાર થઇને જોયા કરશે. જેનો વિરોધ રાષ્ટ્રીય કિસાન મહાસંઘ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

દેશ વ્યાપી આંદોલન ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો

ગત દિવસે રાષ્ટ્રીય કિસાન મહાસંઘ દ્વારા દિલ્હીમાં એક બેઠક કરવામાં આવી હતી. જેમા દેશવ્યાપી આંદોલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં ૧૫ રાજ્યના કિસાન નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે બીજી નવેમ્બરે દેશભરમાં રસ્તા રોકો આંદોલન પણ કરવામાં આવશે.

સરકાર માથે મુસીબતનો પહાડ તૂટ્યો

રાષ્ટ્રીય કિસાન મહાસંઘના પ્રવક્તા અભિમન્યુ કોહાડે જણાવ્યુ હતુ કે, સરકાર આરસીઈપી સમજૂતિનો બહિષ્કાર નહી કરે તો દેશભરમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. રાષ્ટ્રીય કિસાન મહાસંઘનું કહેવુ છે કે, આરસીઈપી લાગૂ થવાથી ભારતના બજારમાં ન્યૂઝીલેન્ડ, એમરિકા અને યુરોપિયન દેશનો કબજો થઈ જશે. જેથી ભારતીય ખેડૂતોને જે મુલ્ય મળી રહ્યુ છે તેમાં ઘટાડો થશે.

READ ALSO

Related posts

દિલ્હી: EDનું મોટું એક્શન, હવાલા કારોબારમાં સંડોવાયેલ 2 ચીની નાગરિકોની કરી ધરપકડ

Pritesh Mehta

કેવડિયા/ નવા રેલ્વે સ્ટેશનનું થશે લોકાર્પણ, સીએમ રૂપાણી સહિત રાજ્યપાલ છે ઉપસ્થિત

pratik shah

લેસ્બિયન અફેર : ભાડાના મકાનમાં સાથે રહેતા હતા એક છોકરો અને એક છોકરી, આ રીતે ખુલ્યું રહસ્યય

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!