GSTV

ફૂલન દેવી : બેહમઈકાંડમાં 5 મીનિટમાં 20 લોકોની ધાણીફૂટ ગોળીબારમાં થઈ હતી હત્યા, આજે ચૂકાદો

સમગ્ર ભારતને હચમચાવી નાખનારા બહમઈકાંડનો ચૂકાદો આજે 39 વર્ષ બાદ આવવાનો છે. જેને લઈને સમગ્ર ભારતી નજર આજે કોર્ટ દ્રારા સંભળાવવામાં આવનારા ફેંસલા પર રહેલી છે. કાનપુરના બેહમઈ ગામડામાં 39 વર્ષ પહેલા થયેલા હત્યાકાંડમાં સેશન્સ કોર્ટ આજે ચૂકાદો સંભળાવશે. આ પહેલા 6 જાન્યુઆરીના રોજ આ ચૂકાદો સંભળાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પણ બચાવ પક્ષના વકિલ દ્રારા દલિલો રજૂ કરવા માટે થોડો સમય માગી લેતા આ ચૂકાદો ટળી ગયો હતો. જે પછી કોર્ટ દ્રારા ચૂકાદાની તારીખ 18 જાન્યુઆરી ફાઈનલ કરવામાં આવી હતી.

20 લોકોની થઈ હતી હત્યા

બેહમઈમાં 20 લોકોની થઈ હતી હત્યા આરોપ છે કે, પોતાની સાથે થયેલ ગેંગરેપનો બદલો લેવા માટે 14 ફેબ્રુઆરી 1981ના રોજ ફૂલન દેવી તેની ગેંગના અમુક અન્ય ડાકુએ કાનપુરમાં યમુનાના કોતરોમાં વસેલા બેહમઈ ગામમાં 20 લોકોની ગોળી મારીને હત્યા કરી હતી. તેમાંથી 17 લોકો ઠાકુર બિરાદરોના હતા. ઘટનાના બે વર્ષ સુધી પોલીસ ફૂલનની ધરપકડ કરી શકી નહોતી. 1983માં સરેન્ડર, સાંસદ બની, પછી હત્યા ફૂલને 1983માં અનેક શરતો સાથે મધ્યપ્રદેશમાં આત્મસમર્પણ કર્યું.

ફૂલન દેવીની થઈ હતી હત્યા

ફૂલન 1993માં જેલની બહાર આવી હતી. તે સમાજવાદી પાર્ટીની ટિકિટ પર મિરઝાપુર લોકસભા બેઠક પરથી બે વખત સાંસદ પણ બની હતી. 2001માં શેરસિંહ રાણાએ દિલ્હીમાં તેના ઘર નજીક ફૂલન દેવીની હત્યા કરી હતી. 2011માં સ્પેશયલ સુનાવણીમાં રામસિંહ, ભીખા, પોસા, વિશ્વનાથ ઉર્ફે પુતાની અને શ્યામબાબુ વિરુદ્ધ આરોપ નક્કી થયા બાદ ટ્રાયલ શરૂ થઈ. રામસિંહનું જેલમાં મૃત્યુ થયું હતું. પોસા હાલમાં જેલમાં છે. પીડિત પક્ષની માત્ર 8 વિધવાઓ જ જીવિત આ હત્યામાં માર્યા ગયેલાઓની વિધવા મહિલાઓ ન્યાયની રાહ જોઈ રહી છે. જેમાંથી આજે ફક્ત 8 જ જીવિત બચ્યા છે. તેઓ પણ પશુપાલન કરીને પોતાનું જીવન જીવી રહ્યા છે. તેમને વિધવા પેન્શનનું વચન આપવામાં આવ્યું હતું પરંતુ તે માત્ર વચન જ રહ્યું.

એક લાઈનમાં ઉભા રાખીને 22 ઠાકુરોની હત્યા

2001માં શેર સિંહ રાણાએ ફૂલનની દિલ્હીમાં હત્યા કરી હતી. બાદમાં ફૂલનનું નામ કેસમાંથી હટાવવામાં આવ્યું.કહેવામાં આવતું કે ફૂલન દેવીનું નિશાન અચૂક રહેતું અને તેનાં કરતાં પણ વધારે કઠોર તેમનું હૃદય હતું. વિશેષજ્ઞોનું કહેવું છે કે પરિસ્થિતિએ જ ફૂલન દેવીને કઠોર બનાવી દીધાં હતાં. જ્યારે તેમણે બહમઈમાં એક લાઇનમાં ઊભા રાખીને 22 ઠાકુરોની હત્યા કરી હતી, ત્યારે તેમને જરા પણ દયા આવી નહોતી.

ફૂલનદેવીના જીવન પરથી બની ચૂકી છે ફિલ્મ

ફૂલન દેવી 1980ના દાયકાની શરૂઆતમાં ચંબલના વિસ્તારોમાં સૌથી ખતરનાક ડાકુ ગણાતાં હતાં. તેમના જીવન પરથી શેખર કપૂરે બેન્ડિટ ક્વીન નામની ફિલ્મ પણ બનાવી છે. પરંતુ તેમને હંમેશાં પોલીસનો ડર રહેતો હતો. ગામમાં થોડા સમય માટે વીજળી આવે છે, રાત્રે ગામ અંધકારમાં ડૂબી જાય છે. અહીંથી નજીકનું બસ સ્ટેન્ડ 14 કિ.મી., પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચવામાં લગભગ બે કલાકનો સમય લાગે છે. 300 ઘરોવાળા આ ગામમાં રહેતી આ વિધવાઓની પાસે ગરીબીમાં જીવવા સિવાય બીજો કોઈ રસ્તો નથી વધ્યો.

READ ALSO

Related posts

પ્રેમભગ્ન / પૂર્વ ગર્લફ્રેન્ડના ઘરની પાસે ડ્રોનથી કર્યો ધમાકો, શખસને પાંચ વર્ષની મળી જેલ

Mansi Patel

ડ્રગ્સ કેસમાં આ ત્રણ અભિનેત્રીઓના મોબાઈલ કર્યાં જપ્ત, સઘન પૂછપરછ

Mansi Patel

ડ્રગ્સ કનેક્શનઃ ધર્મા પ્રોડક્શનના પૂર્વ કર્મચારીને આજે કોર્ટમાં કરાશે રજૂ, સામે આવશે નવા ખુલાસા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!