દેશમાં કોરોનાના નવા ૧૭૬૧ કેસો સામે આવતા દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૪,૩૦,૦૭,૮૪૧ થઇ ગઇ છે. જ્યારે બીજી તરફ દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને ૨૬,૨૪૦ થઇ ગઇ છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૨૭ લોકોના મોત નોંધાતા દેશમાં અત્યાર સુધી કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને ૫,૧૬,૪૭૯ થઇ ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના એક્ટિવ કેસોમાં ૧૫૬૨ નો ઘટાડો થયો હતો.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દૈનિક પોઝિટીવ રેટ ૦.૪૧ ટકા જ્યારે સાપ્તાહિક પોઝિટીવ રેટ ૦.૪૧ ટકા નોંધવામાં આવ્યો છે. આ સાથે દેશમાં કોરોના વેક્સિનના અપાયેલા ડોઝની સંખ્યા ૧૮૧.૨૧ કરોડને પાર થઇ ગઇ છે. આ દરમિયાન એનટીએજીઆઇએ જણાવ્યું છે કે કોરોના વેક્સિન કોવિશિલ્ડનો બીજો ડોઝ પ્રથમ ડોઝ લીધાના આઠથી ૧૬ સપ્તાહની વચ્ચે લઇ શકાશે. હાલમાં કોવિશિલ્ડનો બીજો ડોઝ પ્રથમ ડોઝ લીધાના ૧૨ થી ૧૬ સપ્તાહની વચ્ચે આપવામાં આવે છે.

જો કે નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપ ઓન ઇમ્યુનાઇઝેશન(એનટીએજીઆઇ)એ ભારત બાયોટેકની કોવેક્સિનના સમયમાં કોઇ ફેરફાર સૂચવ્યો નથી. હાલમાં કોવેક્સિનનો બીજો ડોઝ પ્રથમ ડોઝ લીધાના ૨૮ દિવસ પછી આપવામાં આવે છે.
READ ALSO:
- પશ્ચિમ બંગાળની સરકારી શાળાઓમાં નવો ડ્રેસ કોડ લાગુ થશે, એક જ રંગના યુનિફોર્મનો મમતા બેનર્જીનો નવો આદેશ જાહેર
- LPG સિલિન્ડર બુકીંગ માટે ભારત ગેસે શરુ કરી નવી સુવિધા, UPI 123Payથી કરી શકો છો પેમેન્ટ
- અમદાવાદ! સચોટ કારણવગર નહીં મળે AMC વિભાગના અધિકારીઓને બાવડેબાજ બાઉન્સર
- મોટો ઝટકો/ એક જ વારમાં 25 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થઇ ગયું ડીઝલ, જાણો કયા ગ્રાહકો પર પડશે અસર
- તુલસી, કાળા મારી અને આદુથી દૂર થઇ જશે આ મોટી સમસ્યા, ચા સાથે કરો ઉપયોગ