GSTV

આજે ગાંધીનગર CMની અધ્યક્ષતામાં મહત્વની કેબિનેટ બેઠક, જાણો કયા-કયા મુદ્દાઓ પર થશે વિશેષ ચર્ચા

cm-bhupendra-patel

Last Updated on October 13, 2021 by Dhruv Brahmbhatt

આજે ગાંધીનગર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરાયું છે. જેમાં ખેડૂતોના વરસાદથી થયેલા નુકસાન, 100 દિવસના કામના ટાર્ગેટ તેમજ તહેવારો પર કોવિડ-19ના ગાઈડલાઈનના પાલન પર ચર્ચા થશે. એ સિવાય કોરોના વેક્સિનેશન પર પણ ચર્ચા કરવામાં આવશે.

ભૂપેન્દ્ર

મહત્વનો નિર્ણય : સરકારે મગફળીની ખરીદીની મુદત લંબાવી

અત્રે ઉલ્લેખનીય છે કે, આ સાથે તમને જણાવી દઇએ કે, ગુજરાત રાજ્યમાં આ વર્ષે મગફળીની મબલક આવક થઈ છે. રાજ્ય સરકારે ગુજરાતના ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે અને તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવથી ખરીદી કરી રહી છે. રાજ્ય સરકાર હાલનં વર્ષ 2021-22માં મગફળીની સીઝનમાં ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન કર્યું છે. આ અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં મગફળીની ખરીદી શરૂ કરી છે.

તારીખ 1-10-2021થી ગ્રામ્યકક્ષાએ VCE મારફતે તથા તાલુકા કક્ષાએ APMCમાં પણ ઓનલાઈન નોંધણી શરૂ કરવામાં આવી છે. બીજી તરફ ચાલુ વર્ષે મગફળીનું ઉત્પાદન કરતા ખેડૂતોને ઓનલાઈન નોંધણીનો લાભ મળી શકે તે હેતુ સર 11 દિવસનો વધારો કર્યો છે. ઉલ્લેખનીય છે કે સરકારે મુદ્તમાં વધારો કર્યો છે. હવે ખેડુતો 1-10-2021થી 31-10-2021 દરમ્યાન ઓનલાઈન નોંધણી કરી શકશે.

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલક આવક થઈ છે…મોટી સંખ્યામાં ખેડૂતો બેડી માર્કેટ યાર્ડ ખાતે મગફળી લઈ પહોંચ્યા..ખેડૂતોને મણના 950થી લઈને બારસો પચાસ સુધીના સારા ભાવ મળતા જોવા મળ્યા..જેના કારણે બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 28 હજાર ગુણીની આવક થઈ છે..માર્કેટ યાર્ડમાં મગફળીની અત્યારે સારી આવક છે..પરંતુ તેલ બજારમાં ભાવમાં સુધારો જોવા મળ્યો નથી. તેલ માર્કેટમાં આજે પણ મગફળીના ડબ્બાનો ભાવ અઢી હજારથી વધુ છે.

હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક થઇ..આવતીકાલ માટે અત્યારથી ૪૦૦થી વધુ ટ્રેક્ટરો ની લાઈન લાગી હતી.વરસાદના ડર સાથે ખેડૂતો માર્કેટમાં પહોંચ્યા હતા..મગફળીના ટેકાના ભાવ કરતા પણ વધુ ભાવ મળી રહ્યા છે..

મગફળી

ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસુ જૂનના ત્રીજા સપ્તાહમાં બેસી ગયું હતું. પરંતુ છૂટો છવાયો વરસાદ થતાં મગફળીનું વાવેતર જુલાઈના ત્રીજા સપ્તાહ સુધી ચાલુ રહ્યું હતું. આ વર્ષે ગુજરાતમાં ૧૯.૧૦ લાખ હેકટરમાં મગફળીનું વાવેતર થયું. જૂલાઈ માસમાં સામાન્ય વરસાદ હતો પણ ઓગસ્ટ મહિનામાં વરસાદ ન પડતા કેટલાક વિસ્તારોમાં મગફળીના પાકમાં નુકસાન થયું. જો કે સપ્ટેમ્બર માસમાં સારો વરસાદ પડતા પાકનું ઉત્પાદન સારૂ થવાની સંભાવના છે. પ્રથમ આગોતરા અંદાજ મુજબ ગુજરાતમાં આ વર્ષે મગફળીનું ઉત્પાદન ૪૦ લાખ ટન જેટલું થવાનો અંદાજ છે. જયારે સમગ્ર દેશમાં ૮૨.૫૪ લાખ ટન ઉત્પાદ થાય તેવું અનુમાન છે.

READ ALSO :

Related posts

મોટા સમાચાર / ત્રણ કૃષિ કાયદા રદ, બિલ પર રાષ્ટ્રપતિ કોવિંદે કર્યા હસ્તાક્ષર

Zainul Ansari

Big Breaking / કમોસમી વરસાદના કારણે LRD ભરતી પ્રક્રિયા પર અસર, 3 અને 4 તારીખે યોજાનારી શારીરિક પરીક્ષા મોકૂફ

Zainul Ansari

BIG BREAKING: અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ નહીં યોજાય, AMCની રિક્રિએશન કમિટીએ લીધો નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!