GSTV

પાટીલનો દાવ ઊંધો/ આજે નહીં હવે આવતીકાલે મંત્રીઓની શપથવિધિ : ભાજપમાં ભડકો, દિલ્હી સુધી બબાલ

Last Updated on September 15, 2021 by Karan

ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળની આજે શપથવિધિ ન યોજાવા માટેના કેટલાક કારણ સામે આવ્યા છે. ભાજપના જ સિનિયર નેતાઓ નો રિપિટ થિયરીથી નારાજ થયા છે. તો કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતાઓએ વાંધો ઉઠાવ્યો છે.  ત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પ્રધાનોનું માનવું છે કે, સર્વસ્વ મુક્કી ભાજપમાં આવ્યા છતાં આવો અન્યાય કેમ? એવી ચર્ચા પણ ચાલી હતી.. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા મોટા ભાગના ધારાસભ્યો હાલની સરકારમાં મંત્રી છે. કુંવરજી બાવાળીયા, જયેશ રાદડિયા, જવાહર ચાવડા અને ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના ધારાસભ્યો મંત્રી છે. જો નો રિપીટ થિયરીના કારણે આ તમામ મંત્રીઓ ઘર ભેગા થઈ જશે. જૂના જોગીઓ એટલે કે રૂપાણી સરકાર વખતના મંત્રીઓ રૂપાણીને મળવા પણ ગયા હતાં. ત્યારે હવે ભાજપમાં જ આંતરિક ડખો ઊભો થતા આખરે આ સંધ ક્યાં જઇને પહોંચશે એ જોવાનું રહ્યું. આખરે કેમ આ શપથવિધિનો કાર્યક્રમ કેન્સલ કરવામાં આવ્યો. સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળી રહ્યું છે ભાજપની અંદર ચાલતો આ ડખો છેક હાઇકમાન્ડ સુધી પહોંચ્યો છે.

જાણો શપથવિધિ નહીં યોજાવા પાછળની સૌથી મોટી ઇનસાઇડ સ્ટોરી

મંત્રીમંડળની શપથવિધિ આજે નહીં યોજવા પાછળની સૌથી મોટી ઇનસાઇડ સ્ટોરી એ છે કે, એક બાજુ ભાજપના જ સિનિયર નેતાઓ જ નારાજ છે તો બીજી બાજુ મુશ્કેલી એવી ઊભી થઇ છે કે, કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતાઓએ વાંધો ઉઠાવ્યો છે. કેટલાંક નેતાઓ સર્વસ્વ મુકીને ભાજપમાં આવ્યા હોવા છતાં આવો અન્યાય કેમ ? કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા મોટા ભાગના ધારાસભ્યો હાલની સરકારમાં મંત્રી છે. કુંવરજી બાવળીયા, જયેશ રાદડિયા, જવાહર ચાવડા, ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના ધારાસભ્યો હાલની સરકારમાં મંત્રી છે. મહત્વનું છે કે, ‘નો રિપીટ થિયરી’ જો નવા મંત્રીમંડળમાં લાગુ પડે તો આ તમામ મંત્રીઓ ઘર ભેગાં થઇ જશે. કારણ કે, તેઓ કમિટમેન્ટ સાથે આવ્યાં હતાં તો આવું કેમ તેવો સુર તેઓ ઉઠાવી રહ્યાં છે.

ભાજપનો ભાજપ પર જ અવિશ્વાસ સ્પષ્ટ

 1. પહેલા તો નીતિન પટેલ, પ્રદિપસિંહ જાડેજા, સૌરભ પટેલ વગેરે સિનિયન નેતાઓને પડતા મુકી પહેલી ટર્મના જ ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરી.
 2. એ પસંદગી વખતે ભાજપના એક-બે નેતાઓ સિવાય કોઈને જાણકારી ન હતી, બીજા શબ્દોમાં ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જેમને ખરેખર મુખ્યમંત્રી ચૂંટવાનો અધિકાર છે તેમને અંધારામાં રખાયા હતા.
 3. નવા મંત્રીમંડળમાં કોને સમાવાશે તેની અટકળો ચાલી રહી અને એ ભાજપ પોતે જ નક્કી કરી શકતો નથી. અવિશ્વાસનો અભાવ સ્પષ્ટ દેખાય છે.
 4. મંત્રીઓ તો ઠીક, તેમની સાથે કામ કરનારા અધિકારીઓની પણ રાજકીય ગણી તેમને દૂર કરી દેવાયા છે. ગાંધીનગરમાં વિવિધ મંત્રીઓ સાથે તેમની ટીમમાં કામ કરતા મોટા ભાગના મહત્વપૂર્ણ અધિકારીઓને બદલી નખાયા છે. તેનો અર્થ એ થાય કે ભાજપના નિર્ણયકર્તાઓને સરકારી અધિકારીઓ પર પણ વિશ્વાસ નથી.
  સરકાર ચલાવવી એ ખાવાના ખેલ નથી. ભૂપેન્દ્ર પટેલ પહેલી ટર્મના ધારાસભ્ય છે એટલા માત્રથી તેની ક્ષમતા ઓછી ન આંકી શકાય. પણ તેમનો અનુભવ ઓછો છે એની ના તો ભાજપના સિનિયર નેતાઓ પણ પાડતા નથી. વળી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના ઘાડલોડિયા વિસ્તારના ધારાસભ્ય છે, જ્યાં ઘારાસભ્ય તરીકે તેમણે ખાસ કામગીરી કરવાની રહેતી નથી હોતી. કેમ કે અમદાવાદના વિકાસકાર્યો મોટે ભાગે કોર્પોરેશન દ્વારા થતા જ હોય છે. વળી ઘાટલોડિયામાં એવો કંઈ ઉડીને આંખે વળગે એવો વિકાસ થયો નથી.
  હવે જ્યારે તમામ મંત્રીઓને પડતા મુકવાની વાત છે અને અધિકારીઓને તો હટાવી જ દેવાયા છે, ત્યારે કેટલાક સવાલો ભાજપમાં તથા ગાંધીનગરના સિનિયર અધિકારીઓમાં ઉભા થઈ રહ્યા છે.
 5. અનુભવી નેતાઓ વગર મંત્રીમંડળ કઈ રીતે કામ કરશે? માન્યુ કે જેમને સ્થાન મળશે એ બધા ધારાસભ્યો ટેલેન્ટેડ હશે અને સારામાં સારું કામ કરશે. પરંતુ ગણતરીના મહિનાઓમાં જ્યારે ચૂંટણી આવી રહી હોય ત્યારે ગોઠવાયેલી સિસ્ટમ વિખવાનો એટલે કે જૂના મંત્રીઓ-અધિકારીઓને હટાવી દેવાનો શું મતલબ?
 6. આઈએએસ થયેલા બધા અધિકારીઓમાં આવડત હોય એવુ બિલકુલ નથી. કોરોના વખતે અધિકારીઓ સવાર સાંજ નિર્ણયો બદલતા હતા. તો વળી અમદાવાદ જેવા શહેરમાં રખડતાં ઢોર દુર કરવાનું કામ આઈએએસ અધિકારીઓ કરી શક્યા નથી. કામ કરવા અનુભવ જોઈએ. અત્યાર સુધી સચિવાલયમાં રહીને કામ કરનારા અધિકારીઓને હટાવ્યા પછી નવા આવનારા અધિકારીઓ એ અનુભવ ક્યાંથી લાવશે?
 7. સરકારની કામ કરવાની રીત ચોક્કસ પદ્ધતિમાં ચાલતી હોય છે, ફાઈલો એ મુજબ આગળ વધતી હોય છે. નવી સરકાર આવી એટલે બધી ફાઈલો તો નહીં, પણ ઘણી ખરી તો અટકી પડશે. તેનું નુકસાન કોને થશે? બેશક પ્રજાને..

ભાજપમાં આંતરિક વિખવાદ ઊભો થતાં નવા મંત્રીમંડળની રચના આવતી કાલ સુધી ટલ્લે ચઢી

નોંધનીય છે કે, આજ વહેલી સવારથી જ ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની શપથવિધિની અનેક અટકળો ચાલી રહી હતી. એટલે સુધી કે સાંજના 4:15 વાગ્યે શપથવિધિ યોજાશે એવું પણ સામે આવી ગયું હતું તેમજ પોસ્ટરો પણ લગાવી દેવામાં આવ્યા હતાં. તેમ છતાં આ રીતે એકાએક કાર્યક્રમને કેન્સલ કરવો એ સ્પષ્ટપણે ભાજપમાં આંતરિક ડખો હોવાનું સાબિત કરી દે છે. આજ સવારથી જ સી.આર પાટીલના બંગલે ઘારાસભ્યોની અવરજવર વધી ગઇ હતી. તદુપરાંત ગાંધીનગરમાં બેઠકોનો દોર પણ ધમધમાટ શરૂ થઇ ગયો હતો. જેમાં મંત્રીઓના નામની ચર્ચાઓ ચાલી રહી હતી. એવામાં ભાજપમાં આંતરિક વિખવાદ ઊભો થતાં નવા મંત્રીમંડળની રચના આવતી કાલ સુધી ટલ્લે ચઢી ગઇ છે. હાલમાં 15 તારીખના આજના પોસ્ટરોને પણ હટાવી દેવામાં આવ્યાં છે. આ ઘટનામાં પણ જાણે કે ઉપરથી ઓર્ડર આવ્યો હોય તેવું લાગી રહ્યું છે કે, કારણ કે ભાજપના જૂના જોગીઓને નવા મંત્રીમંડળમાં સમાવવામાં નહીં આવે તેવું જાણવા મળતા ભાજપની અંદર જ આંતરિક ડખો ઊભો થયો છે. જેથી આ મામલો છેક હાઇકમાન્ડ સુધી પહોંચતા બની શકે કે ઉપરથી જ આ અંગેનો ઓર્ડર આવ્યો હોય.

bhupendra patel

ગુજરાત ભાજપમાં અસંતોષ વધ્યો

ઉલ્લેખનીય છે કે, ગુજરાત ભાજપમાં અસંતોષ સતત વધી રહ્યો છે. ભલે જાહેરમાં કોઈ નારાજગી દેખાડી રહ્યું નથી પરણ ધૂંધવાટ વધ્યો છે. સરકાર નો રીપિટ થિયરી અજમાવે તેવી સંભાવના છે. જેમાં રૂપાણી સરકારના મોટાભાગના મંત્રીઓ ઘરે જાય તેવી સંભાવના છે. ગુજરાત ભાજપના આ કદાવર નેતાઓ અંદરો અંદર ચર્ચાઓ કરી રહ્યાં છે. એવું કહેવાય છે કે રૂપાણી અને નીતિનભાઈ પટેલ પણ નારાજ છે. જેઓ સતત નારાજગી દેખાડી રહ્યાં છે. આ નેતાઓ ભાજપના પાયાના કાર્યકરો છે. જેઓની પાસેથી મંત્રીપદ છિનવાઈ રહ્યાં છે. જો આજે મોટા ફેરફારો થયા તો ભાજપમાં ડખાઓ વધશે એ નક્કી છે.

રૂપાણી, પટેલ અને ચૂડાસમા સામે બળાપો વ્યક્ત કરાયો

રૂપાણી સરકારના મોટા ભાગના મંત્રીઓ ઘરભેગા થવાના હોવાથી કેટલાય એવા નામો બહાર આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હજુ પણ આ નેતાઓની નારાજગી દૂર થઈ નથી. બેઠકમાં ભૂતપૂર્વ મંત્રીઓ કૌશિક પટેલ અને પુરુષોત્તમ સોલંકી પણ જોડાયા હતા. જો કે આ બંને નેતા સાથે સંતોષ કે યાદવે મુલાકાત કરી ન હતી પરંતુ તેમણે રૂપાણી, પટેલ અને ચૂડાસમા સામે પોતાનો બળાપો વ્યક્ત કર્યો હતો.

READ ALSO :

Related posts

UNSCમાં પીએમ મોદીનું સંબોધન/ ભારતનો વિકાસ થાય છે ત્યારે દુનિયા બદલાય છે, નામ લીધા વગર પાકિસ્તાન પર કર્યો પ્રહાર

Pritesh Mehta

લદાખ પણ અમારું અને કાશ્મીર પણ અમારું : ઈમરાનખાનને જડબાતોડ જવાબ આપનાર સ્નેહા દુબે આખરે કોણ છે? ઈન્ટરનેટમાં સતત સર્ચ થઈ રહ્યું છે આ નામ

Zainul Ansari

પંજાબ કેબિનેટનું આવતીકાલે વિસ્તરણ: મુખ્યમંત્રી ચરણજીતસિંહ માટે નવી ટીમ તૈયાર, કેપ્ટન અમરિંદરની ટીમના 5 મંત્રીઓને કરશે ઘરભેગા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!