GSTV
Gujarat Government Advertisement

વનરાજોનું વેકેશન પૂર્ણ : સાસણમાં સહેલાણીઓની ચિક્કાર ભીડ

Last Updated on October 16, 2019 by Mayur

ચોમાસાના ચાર મહિના સુધી ગીર અભ્યારણ્ય બંધ રહ્યા બાદ આજથી ફરી ગીર અભ્યારણ્ય સહેલાણીઓ માટે ખુલ્યુ છે. અને સિંહ દર્શનની શરૂઆત થઈ છે.નાયબ વન સંરક્ષક ડૉકટર મોહન રામે સિંહ દર્શનની જીપને લીલીઝંડી આપી હતી. આજના પ્રથમ દિવસે સિંહ દર્શન માટે આવેલા પર્યટકોનું સ્વાગત કરવામાં આવ્યુ છે. આજના દિવસની તમામ પરમીટો બુક થઈ ગઈ છે.

એટલુ જ નહી દિવાળી વેકેશનની સિઝનને જોતા આગામી ત્રણ માસ સુધીની મોટાભાગની પરમીટો બુક થઈ ગઈ છે.ગીરમાં સિંહ દર્શન માટે 13 રૂટ ઉપર ત્રણ સેશનમાં 50-50 મળી 150 પરમિટ ઈશ્યુ કરાશે. દિવાળી વેકેશનને લઈને વન વિભાગે 30 પરમિટ વધારવાનો પણ નિર્ણય કર્યો છે.

સહેલાણીઓને જંગલમાં પ્લાસ્ટિક લઈ જવા પર સંપૂર્ણ પ્રતિંબધ છે. જીપ્સી વન વિભાગ તરફથી સહેલાણીઓને પાણીની બોટલ આપવામાં આવશે. ચોમાસા દરમિયાન વરસાદના કારણે નદીનાળા અને ઝરણા છલકાયા છે. તેમજ ગીરમાં અત્યારે પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Maruti, Hyundai, Tataની બજારમાં આવી રહી છે નવી કાર, 5 લાખ રૂપિયાથી પણ ઓછી કિંમતે મળશે SUV નો આનંદ

Harshad Patel

ખતરા વાળ અને ટાલની ચિંતા છોડોઃ વાળની તમામ સમસ્યાઓને દૂર કરી દેશે આ એક ઉપાય, જાણો કેવા મળી રહ્યા છે તેના ફાયદાઓ

Harshad Patel

નરાધમનું પિશાચી કૃત્ય સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી, સગીરા સાથે દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરીને લાશ ફેંકી દીધી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!