GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

ગુજરાતમાં કોરોના રોજ બનાવી રહ્યો છે નવો રેકોર્ડ : 875 નવા કેસ વચ્ચે 14 લોકોનાં થઈ ગયાં મોત, સંક્રમણ ગામડાઓમાં ફેલાયું

Corona

ગુજરાતમાં કોરોનાના કેસમાં દરરોજ વધી રહ્યા છે. રાજ્યમાં આજે પણ છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 875 કેસ નોંધાયા છે તો કુલ 441 દર્દીઓ સાજા થયા છે. સાથે જ 14 લોકોના મોત પણ થઇ ચૂક્યા છે. જેમાં અમદાવાદમાં 5, સુરતમાં 4, સહિત કુલ 14 લોકોના મોત થયા છે. તો છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસો પૈકી સૌથી વધુ 269 કેસ સુરતમાં નોંધાયા છે, સાથે અમદાવાદમાં 165, વડોદરામાં 69 કેસ નોંધાયા છે. તો હાલમાં કુલ 68 દર્દીઓની હાલત ગંભીર હોવાથી વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. તો આજદિન સુધીમાં કુલ 28 હજાર 183 દર્દીઓને સાજા થતા રજા આપવામા આવી છે. અત્યાર સુધી કુલ 2024 જેટલા દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. જણાવી દઈએ કે, રાજ્યમાં અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 4 લાખ 49 હજાર 349 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસની સંખ્યા 875
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 40155
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 14
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 441
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 28183
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 9948
  • સુરતમાં સૌથી વધુ 269 કેસ નોંધાયા
  • ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 2024

સુરત કોરોનાના વધુ 269 કેસ નોંધાયા

ડાયમંડ નગરી સુરતમાં દરરોજ પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં સુરતમાં 269 પોઝિટિવ કેસ નોંધાયે છે અને વધુ 4 દર્દી મોતને ભેટ્યા છે.

પંચમહાલમાં કોરોનાના કેસમાં સતત વધારો

પંચમહાલ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમા સતત વધારો થઈ રહ્યો છે ત્યારે શહેરાનાં MGVCL કચેરીના જુનિયર ક્લાર્કનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ફરજ પરનાં લોકોમાં ફફડાટ ફેલાયો છે.

ભાવનગરમાં 71 કેસ નોંધાયા

ભાવનગરના વિવિધ વિસ્તારોમાં આજે કોરોનાનો કેસનો ઘટસ્ફોટ થયો છે. ભાવનગર જિલ્લામાં આજે કુલ 71 પોઝિટિવ કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે અને લોકોમાં પણ ડરનો માહોલ ફેલાયો છે. જોકે, તે સાથે જ 12 દર્દી સાજા થઈને પોતાના ઘરે પણ ગયા છે.

READ ALSO

Related posts

શ્રેય અગ્નિકાંડ : આગના વિકરાળ થવા પાછળ અનેક સવાલો, AMC,FSL અને ઇલેક્ટ્રિકલ તથા ફાયર વિભાગના રિપોર્ટ પર સૌની નજર

Nilesh Jethva

ભાજપમાં ભડકાના એંધાણ: વસુંધરાએ નડ્ડાને રોકડુ પરખાવી દીધું, ભાજપ સાથે છું પણ સ્વાભિમાન સાથે કોઈ સમાધાન નહીં કરૂ !

Pravin Makwana

બનાસકાંઠાના કાણોદર હાઇવે પર સીએનજી ગેસની બોટલમાં લીકેજ થતા મચી અફરા તફરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!