GSTV

કોરોનાનો આતંકઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1078 પોઝિટિવ કેસ સાથે મૃત્યુઆંક 25

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 1078 કેસ નોંધાયા છે. તો આજે કુલ 25 દર્દીઓના મોત થયા છે. જેમાં સુરતમાં 9, રાજકોટમાં 5, અમદાવાદમાં 3, વડોદરામાં 3, કચ્છમાં 2, જ્યારે જૂનાગઢ અને મહેસાણામાં 1-1 દર્દીના મોત થયા છે. આમ રાજ્યમાં કોરોનાના કારણે મૃત્યુઆંક 2654 થઇ ચૂક્યો છે. તો હાલમાં 73 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે.

  • ગુજરાતમાં કોરોનાના ૧૦૭૮ કેસ નોંધાયા
  • છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૨૫ દર્દીઓના મોત
  • સુરતમાં ૯, રાજકોટમાં 5 દર્દીના મોત
  • વડોદરામાં ૩, કચ્છમાં ૨ દર્દીના મોત
  • રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૨૬૫૪ થયો૭૩ દર્દીઓ વેન્ટીલેટર પર
  • છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૧૧ દર્દીઓ સાજા થયા
  • આજે રાજયમાં કુલ ૩૦,૯૮૫ ટેસ્ટ કરાયા

છેલ્લા 24 કલાકમાં કુલ 1311 દર્દીઓને રજા આપાઈ

છેલ્લા 24 કલાકમાં કુલ 1311 દર્દીઓને રજા આપવાની સાથે આજદિન સુધીમાં કુલ 54 હજાર 138 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વાત કરીએ તો સુરતમાં સૌથી વધુ 222, અમદાવાદમાં 153, વડોદરામાં 112 કેસ નોંધાયા છે. આમ રાજ્યમાં કોરોનાના કેસ ઝડપભેર વધી રહ્યા છે. આજે સમગ્ર ગુજરાતમાં કુલ 30 હજાર 985 ટેસ્ટ કરવામાં આવ્યા છે તો આજદિન સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 9 લાખ 87 હજાર 630 ટેસ્ટ કરવામા આવ્યા છે.

પંચમહાલમાં 47 કેસ નોંધાયા

રાજ્યમા વધી રહેલા કોરોના કહેરને કારણે વિવિધ જિલ્લાઓમાં પણ સંક્રમણ ફેલાઈ રહ્યુ છે. ત્યારે પંચમહાલમાં આજે વધુ 47 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાતા તંત્રમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

ઓડિશાથી આવેલા 6 શ્રમિકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

અમદાવાદમાં ઓડિશાથી આવેલા શ્રમિકો પૈકી 6 શ્રમિકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર એલર્ટ થઇ ગયું છે. શહેરમાં કોરોનાને ડામવા માટે મનપા દ્વારા સઘન ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અન્ય શહેરોમાંથી આવતા લોકોના ટેસ્ટ માટે ચેકપોસ્ટ પણ ઉભી કરાઇ છે.

READ ALSO

Related posts

મહાનગરપાલિકામાં અધિકારીઓની દાદાગીરી, ચૂંટાયેલા પ્રતિનિધિઓનું પણ ગાંઠતા નથી !

Pravin Makwana

વલસાડમાં આઇપીએલ પર સટ્ટો રમાડતા 3 લોકોને પોલીસ દ્વારા રંગેહાથ ઝડપી પાડ્યા

Pravin Makwana

નર્મદા જિલ્લાનો કરજણ ડેમ થયો ઓવરફ્લો, ડેમનું લેવલ પાર થતાં 4 દરવાજા ખોલવા પડ્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!