GSTV
Gujarat Government Advertisement

આજે દેશભરમાંથી 10 લાખ બેંક કર્મચારીની હડતાળ, મોદી સરકાર સામે છે નારાજ

Last Updated on December 26, 2018 by

દેશભરની જાહેરક્ષેત્રની બેંકોના કર્મચારી યુનિયને આજે હડતાળનું એલાન આપ્યુ છે. એક અઠવાડીયામાં આ બીજી હડતાળ છે. બેંક યુનિયનની હડતાળની અસર ગુજરાતમાં પણ જોવા મળી છે. મહાગુજરાત બેંક એમ્પ્લોઈ એસોશિયેશનના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં 60 હજાર કર્મચારીઓ હડતાળના કારણે અળગા રહ્યા. ત્યારે જામનગર, મોરબી અને વડોદરામાં પણ બેંકના કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે.

આજે દેશભરમાંથી 10 લાખ બેંક કર્મચારીઓ આ હડતાળમાં જોડાઈ રહ્યા છે. હડતાળના કારણે અનેક ખાતેદારોના નાણાકીય વ્યવ્હાર અટવાશે. જોક ખાનગી બેંકો આજના દિવસે રાબેતા મુજબ ચાલુ રહેવાની છે. બેંક યુનિયન દેશની જાહેર બેંકના વિલયનો વિરોધ કરી રહ્યુ છે. યુનિયનનો આરોપ છે કે, બેંકોના વિલય થવાથી બેંકમાં કામ કરતા અનેક કર્મચારીઓને બેકાર થવાનો વારો આવશે.

જાહેરક્ષેત્રની બેંકો આજે પણ બંધ રહેશે. બેંક કર્મચારીઓના યુનિયને આજે હડતાલનું એલાન આપ્યું છે. એક સપ્તાહમાં આ બીજી બેંક હડતાલ છે. જેમાં 10 લાખથી વધુ કર્મચારીઓ જોડાશે. જેને કારણે બેંકોમાં કામગીરી ઠપ થઈ જશે. અને કરોડો ખાતેદારો હાલાકીમાં મુકાશે. જ્યારે અબજોના ચેક ક્લીયરન્સ અટકી પડશે. યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સે હડતાલની જાહેરાત કરી છે. આ નવ બેંકોનું સંગઠન છે.

ઓલ ઈન્ડિયા બેંક એમ્પોલઈઝ એસોસિએશન, નેશનલ ફેડરેશન ઓફ બેંક એમ્પોલઈઝ અને નેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ બેંક વર્કર્સ જેવા યુનિયનો શામિલ છે. યુનિયનોએ દાવો કર્યો છે કે તેમના સભ્યોની સંખ્યા 10 લાખથી વધુ છે. જોક ખાનગી બેંકો રાબેતા મુજબ ચાલુ રહેશે.. બેંક અધિકારીઓની યુનિયન પ્રસ્તાવિત વિલય અને વેતન સંશોધન પર વાતચીતને જલ્દી નિષ્કર્ષ પર પહોંચાડવાને લઈને શુક્રવારે હડતાલ પર હતા.

Read Also

Gujarat Government Advertisement

Related posts

મહામંથન: ચૂંટણી ટાણે ખેડૂતો આડા ન આવે એ માટે અત્યારથી પંજાબમાં તૈયારી કરી રહ્યા છે અમિત શાહ

Pravin Makwana

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!