GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

કોરોના જ નહી તમાકુનાં સેવનથી દર 6 સેકન્ડે એક વ્યક્તિનું મૃત્યુ, ભારતમાં દર વર્ષે આટલા લાખ લોકો ગુમાવે છે જીવ

અત્યારે દુનિયામાં કોરોના વાયરસને લઈને લોકો જીવ બચાવવા તમામ પ્રકારની સલામતીઓ રાખી રહ્યાં છે, પણ કમનસીબી એ વાતની છે કે, દુનિયામાં સૌથી વધુ મૃત્યુ તમાકુના સેવનથી થાય છે એના પ્રત્યે બેદરકારી દાખવી રહ્યાં છે. આ સેવન દુનિયામાં સ્વાસ્થ્ય સાથે સંબંધિત સૌથી મોટી અને કાયમી સમસ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર, 21મી સદીમાં તમાકુના સેવનથી એક કરોડથી વધુ લોકોના મૃત્યુ પણ થઈ શકે છે. એટલું જ નહીં આ સેવનથી કેન્સર, હૃદય અને એની સાથે સંલગ્ન તમામ પ્રકારની બિમારીઓ થઈ શકે છે. વર્લ્ડ નો ટોબેકો ડેના પ્રસંગે આ જાણકારી આપીને ડૉક્ટરોએ જણાવ્યું છે કે, એક તરફ દુનિયા કોરોનાવાયરસના રોગચાળાનો સામનો કરી રહી છે, તો બીજી તરફ તમાકુનું સેવન વધારે ખતરનાક અને હાનિકારક પુરવાર થઈ શકે છે.

ધુમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે

રાજીવ ગાંધી કેન્સર ઇન્સ્ટિટ્યૂટના સર્જિકલ ઓન્કોલોજી વિભાગના ડાયરેક્ટર ડૉ. એ કે દિવાને જણાવ્યું છે કે, જે લોકોના મૃત્યુ થાય છે એ લોકોમાં ધુમ્રપાન કરતાં લોકો વધારે છે. ધુમ્રપાનથી હૃદયરોગો, ડાયાબાટિસ, હાઈ બ્લડ પ્રેશર, લાંબા ગાળાની શ્વાસોશ્વાસની સમસ્યાઓ કે કેન્સર જેવા રોગોનું જોખમ વધે છે.

ધુમ્રપાન કરતાં લોકોમાં કોરોનાનું જોખમ વધારે

વિશ્વ આરોગ્ય સંસ્થાના રિજનલ ડાયરેક્ટર ડૉ. પૂનમ ખેત્રપાલે જણાવ્યું છે કે, ધુમ્રપાન કરતાં લોકો કોરોના જેવી ચેપી બિમારીનો ભોગ ઝડપથી બની શકે છે. કોરોનાવાયરસનો ભોગ બનવાથી એમને ઇન્ટેન્સિવ કેર અને વેન્ટિલેટરની જરૂર પડી શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ, તમાકુના સેવનથી દર 6 સેકન્ડે એક વ્યક્તિનું મૃત્યુ થાય છે અને ભારતમાં દર વર્ષે 10 લાખ લોકો મૃત્યુ પામે છે. મેક્સ હોસ્પિટલના હૃદયરોગ નિષ્ણાત ડૉ. વિવેકા કુમારે જણાવ્યું છે કે, તમાકુનું સેવન કરતા લોકોમાં હૃદયરોગોના લક્ષણો વધારે જોવા મળે છે.

નળીઓ બ્લોક થવાનું સૌથી મોટું કારણ ધુમ્રપાન

જણાવ્યું છે કે, તમાકુનું સેવન કરતા લોકોમાં હૃદયરોગોના લક્ષણો વધારે જોવા મળે છે. લોકોમાં ભ્રમ વધારે છે કે, તમાકુ અને સિગારેટનું સેવન કરવાથી માનસિક તણાવ દૂર થાય છે. હકીકતમાં હૃદયની નળીઓ બ્લોક થવાનું સૌથી મોટું કારણ ધુમ્રપાન જ છે. એમ્સના ડૉ. આલોકકુમારનું કહેવું છે કે, જાગૃતિના અભાવે તમાકુ, સિગારેટ અને તમામ નશીલા દ્રવ્યોનું સેવન કરતા લોકોની સંખ્યામાં દરરોજ વધારો થાય છે. એનાથી દેશના યુવાનોમાં કેન્સર, હૃદયરોગ, યકૃત અને ન્યૂરો સાથે સંબંધિત બિમારીઓ વધી રહી છે. ફેંફસાની બિમારીના મૂળમાં તમાકુ અને સિગારેટનું સેવન મુખ્ય કારણો છે.

READ ALSO

Related posts

યુનુસ ખાન સામેના એન્ડી ફ્લાવરના આરોપો સામે પાક. મેનેજમેન્ટ મૌન

Harshad Patel

રવિ શાસ્ત્રી હતા બોલિવૂડની આ હિરોઇનના પ્રેમમાં , કહાની જ રહી ગઈ અધૂરી

Harshad Patel

રૂપાણીને ખબર નહોતી કે જાહેરાત કરવામાં લેટ પડ્યા, હર્ષ સંઘવીએ 2 દિવસ પહેલાં જ મોદીનો આ મામલે માન્યો હતો આભાર

Arohi
Do NOT follow this link or you will be banned from the site!