લોકસભાની ચૂંટણી જીતવા માટે અત્યારથી કામે લાગેલા ભાજપે મુસ્લિમોને રીઝવવાનું અભિયાન હાથ ધરવાનું નક્કી કર્યું છે. તેના ભાગરૂપે ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં ભાજપ લઘુમતી મોરચાની રાષ્ટ્રીય કારોબારીની બેઠક મળશે. આ બેઠકમાં પસમાંદા મુસ્લિમો સુધી સરકારના લાભો કેવી રીતે લઈ જવાના તેના પર આ બેઠકમાં ચર્ચા થશે અને એ માટેની વ્યૂહરચના ઘડી કાઢવામાં આવશે.

ભાજપનાં સૂત્રોનો દાવો છે કે, નરેન્દ્ર મોદીની અપીલને પગલે ભાજપના લઘુમતી મોરચાએ દેશની મુસ્લિમ મતદારોનું પ્રભુત્વ છે તેવી 60 લોકસભા બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરવાની વ્યૂહરચના ઘડવાનું નક્કી કર્યું છે. આ બેઠકના મતદારો સુધી પહોંચવા માટે ખાસ કાર્યક્રમો પણ કરાશે.
મોદીએ લઘુમતી મોરચાને દેશની દરેક લોકસભા બેઠકના મતવિસ્તારમાં ઓછામાં ઓછા 5000 મુસ્લિમ કાર્યકરોને ભાજપમાં લાવવનું કામ સોપ્યું છે. ભાજપના લઘુમતી મોરચાના નેતાઓ મુસ્લિમ સમાજના ધાર્મિક અગ્રણીઓને મળી ભાજપ સરકારના લઘુમતી સમાજ માટેની નીતિ અને કામોને પહોંચડાવાનો પ્રયાસ કરાશે. આ સિવાય સ્કૂટર રેલી સહિતના કાર્યક્રમો પણ કરાશે.
- મોટા સમાચાર / રાજ્યમાં બિન હથિયારધારી 242 PSIને PI તરીકે અપાઈ બઢતી, જુઓ કોને અપાયું પ્રમોશન
- બોડકદેવ વિસ્તારમાં વાછરડાને વિખુટું પડતા બચાવવામાં આવ્યું, ખાખીએ ફરી માનવતા મહેકાવી
- સુરતમાં ફૂડ વિભાગ એક્શન મોડમાં : શહેરમાંથી 17 જગ્યાએથી ઘીના નમુના લઈને તપાસ અર્થે મોકલાયા
- આને કહેવાય માનવતા / સુરતમાં ટ્રાફિકમાં ફસાયેલી 108 એમ્બ્યુલન્સને તડકામાં દોઢ કિલોમીટર દોડીને યુવકે રસ્તો કરી આપ્યો
- મજબૂત માંગને કારણે ઓટો સેક્ટર ટોપ ગિયરમાં છે, આ શેરો આઉટપરફોર્મ કરી શકે છે