GSTV
Home » News » પહેલી જ બેઠકમાં શિખામણનું પોટલું ખોલતા મોદી, મંત્રીબાબુઓને આપી આ સલાહ..

પહેલી જ બેઠકમાં શિખામણનું પોટલું ખોલતા મોદી, મંત્રીબાબુઓને આપી આ સલાહ..

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતનાં મંત્રી મંડળની પહેલી બેઠકમાં જ નવા-સવા મંત્રીઓ અને આળસું પ્રધાનો માટે શીખામણનો ટોપલો ઠાલવ્યો હતો. પોતાનાં મંત્રીઓને સાબદા કરતા પીએમ મોદીએ કડક ચેતવણી આપી છે. વડાપ્રધાને મંત્રીઓને કડક શબ્દોમાં કહ્યું છે કે, તેઓ સમયસર ઓફિસ પહોંચે, ઘરેથી કામ કરવાનું ટાળે અને લોકો માટે ઉદાહરણરૂપ કામગીરી કરો.

કામની ગુણવત્તા વધારવા કર્યુ સૂચન

સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોદી 2.0 સરકારના મંત્રીમંડળની પહેલી જ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વરિષ્ઠ મંત્રીઓને સલાહ-કમ-ચેતવણી આપતાં કહ્યું હતું કે, તેઓ નવા મંત્રીઓને સાથે લઈને ચાલે. રાજ્ય કક્ષાનાં મંત્રીઓને મોટી ભૂમિકા આપવાની વાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હ્તું કે, કેબિનેટ કક્ષાનાં મંત્રીઓએ તેમની સાથે મહત્વપૂર્ણ ફાઈલોની આપલે કરવી જોઈએ. જેથી કામની ગુણવત્તા વધશે.

મળતી માહિતી પ્રમાણે વડાપ્રધાને મંત્રીઓને એવી પણ સલાહ આપી છે કે, ફાઈલોનો ઝડપથી નિકાલ કરવા માટે કેબિનેટના મંત્રીઓ અને તેમના સહાયક મંત્રીઓ સાથે બેસીને પ્રસ્તાવોને મંજૂરી આપે. સમયસર ઓફિસ પહોંચવા પર ભાર આપતા વડાપ્રધાને કહ્યું કે, તમામ મંત્રીઓ સમયસર ઓફિસ પહોંચે અને થોડો સમય કાઢી અધિકારીઓ સાથે મંત્રાલયના કામકાજ વિશે માહિતી મેળવવાનું ચાલું કરો. તેમણે એમ પણ કહ્યું હતું કે, મંત્રીઓએ ટાઈમે ઓફિસ આવવું જોઈએ અને ઘરે બેસીને કામ કરવાથી બચવું જોઈએ.

પીએમ મોદીએ કહ્યું હતું કે, પોતપોતાના રાજ્યોના સાંસદો સાથે મુલાકાત કરીને તેઓ આ પ્રથા શરૂ કરી શકે છે. તેમણે એ વાત પર પણ ભાર આપ્યો હતો કે, એક મંત્રી અને સાંસદમાં કોઈ જ તફાવત નથી. વડાપ્રધાને દરેક મંત્રાલયની પંચવર્ષીય યોજનાની પણ વાત કરી.

READ ALSO

Related posts

કાશ્મીરના બાલાકોટમાં પાકિસ્તાને સીઝ ફાયરનું કર્યું ઉલ્લંઘન, મોડી રાત સુધી કર્યો મોર્ટાર મારો

Mayur

370ની કલમ મામલે અંદાજે 9 જેટલી અરજીઓની આજે સુપ્રીમમાં સુનાવણી

Mayur

લોકો તમામ તૈયારીઓ સાથે વાહન લઈ નીકળ્યા અને જોયું તો પોલીસ જ નહોતી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!