GSTV
Home » News » સિસ્ટમ સામે ‘વિવેક’ : નાના ભાઈ બહેનને ભણાવવા માટે બાળક વિવેકદાસના ગાંધીનગર સચિવાલય સુધી ધક્કા

સિસ્ટમ સામે ‘વિવેક’ : નાના ભાઈ બહેનને ભણાવવા માટે બાળક વિવેકદાસના ગાંધીનગર સચિવાલય સુધી ધક્કા

vivek das ahmedabad

અમદાવાદમાં એક અજોબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે જેમાં એક વિદ્યાર્થીને ભણવું છે સાથે સાથે પોતાના નાના ભાઈ બહેનને પણ ભણાવવા છે પરંતુ સરકારી સીસ્ટમ આ વિદ્યાથી સામે દીવાલ બની છે. અમદાવાદમાં શાહીબાગ નજીક ગોપાલજીની ચાલીમાં રહેતો વિવેકદાસ નામનો કિશોર થોડાક દિવસો અગાઉ શાહીબાગ થી લઈને ગાંધીનગર સચિવાલય સુધી ચાલતો તો કોઈની લીફ્ટ માંગીને પોહોચ્યો.

આ બાળકની રજૂઆત અને માંગણી એટલી જ છે કે તેના નાના ભાઈ બહેનને કેન્દ્રીય વિદ્યાલયમાં એડમીશન મળી જાય પરંતુ સરકારી સીસ્ટમના ગૂંચવાળા ભર્યા વમળોને લીધે હજી સુધી તેના ભાઈ બહેનને એડમીશન મળ્યા નથી તે પણ હકીકત છે.

શિક્ષણ મંત્રી અને અમદાવાદ કલેકટરનો આ લેટર પેડ વિવેક દાસ માટે આશીર્વાદ રૂપ સાબિત થયો પણ પછી આ લેટરપેડ કાગળનો વાઘ સાબિત થયો. વિવેકદાસના પ્રયાસોના કારણે સરકરી બાબુઓએ તેની રજૂઆત તો સાંભળી પરંતુ તેની અમલવારી હજી સુધી થઈ નથી. વિવેકદાસનું સ્વપ્ન IAS ઓફિસર બનવાનું છે. પરંતુ સિસ્ટમની આંટી ઘૂટીમાં તે અટવાઈ ગયો છે.

અત્યંત ગરીબીમાં ઉછેરી રહેલા વિવેકદાસની સમજ શક્તિ અને કોઠાસુજને જોઇને સૌ કોઈ અચંબામાં પડી જાય છે. ગાંધીનગર સુધી રજૂઆત કરી ચૂકેલો વિવેકદાસના ચહેરા પર તેના ભવિષ્યની ચિંતા કરતાં નાના ભાઈબહેનના ભવિષ્યની ચિંતા વધુ સ્પષ્ટ દેખાય છે. એક તરફ રાજ્ય સરકાર કહે છે કે કોઈપણ બાળક ભણવાના અધિકારથી વંચિત ન રહેવો જોઈએ. ત્યારે એક કિશોરને તેના નાના ભાઈ બહેનના અભ્યાસના અધિકારને ભટકવું પડે અને અંતે છેક સચિવાલયના પગથિયા ચઢવા પડે તે રાજ્ય સરકાર માટે પણ શરમજનક કહી શકાય.

READ ALSO

Related posts

નવા ટ્રાફિક નિયમોને લઈને રિક્ષા ચાલકોએ યોજી બેઠક, આપી ચક્કાજામની ચીમકી

Nilesh Jethva

અમિત શાહનાં હિન્દી વાળા નિવેદન પર વિફર્યા કેરળનાં સીએમ, આ મામલે ગરમાયું રાજકારણ

GSTV Desk

VIDEO : જૂનાગઢના ગિરનાર પર્વત આ નજારો જોઈ તમે વિદેશ જવાનું ભુલી જશો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!