ભારતીય વાયુસેનાની તાકાત જોવી છે, તો એક વખત જુઓ આ Video

ભારતીય વાયુ સેના માત્ર યુદ્ધ કરવા માટે નહીં. પણ બચાવ કામગીરી કે એર સ્ટ્રાઈક દરમિયાન જવાનોને એર લીફ્ટ કરવા એ પણ મહત્વની કામગીરી છે. એર ટુ એર કેવી રીતે વાયુ સેનાના વિમાન કામ કરે છે તે પણ યુદ્ધાભ્યાસના વાયુ શક્તિ પ્રદર્શનમાં દર્શાવવામાં આવ્યું હતું. અને આ વિમાનો અને જેટ કેટલા સક્ષમ છે તેનો પરિચય પણ આપવામાં આવ્યો હતો

ભારત દેશ દર વર્ષે નવી ટેકનોલોજીના સાધનો સાથે મિસાઇલ, તોપગોળા, તથા હાઇટેક ફાઈટર પ્લેનની ખરીદી કરે છે. યુદ્ધ માટે ખરીદેલા આ સાધનોની ચકાસણી કરવા તથા તેમાં ચકાસણી કર્યા બાદ કયા કયા સુધારાની જરૂર છે તે જાણવા માટે આ પ્રકારનો યુદ્ધ અભ્યાસ કરવામાં આવે હોય છે. વાયુ સેના પાસે રહેલા હરક્યુલસ વિમાન એર ટુ એર સપોર્ટ માટે જાણીતા  છે. તેના દ્વારા પાણી, ફયુલ કે એર મિસાઈલ એર ટુ એર ટ્રાન્સફર કરી શકાય છે.

પ્રથમ વખત વાયુ શક્તિ ૨૦૦૦ દ્વારા મિગ-૨૯ અપગ્રેડ કરવામાં આવેલા વિમાનોને  સામેલ કરાયા છે. પ્રથમ વખત આનું આયોજન નવી દિલ્હીમાં ૧૯૫૩માં કરવામાં આવ્યું હતું. પુલવામામાં આતંકવાદી હુમલા બાદ આ શક્તિ પ્રદર્શનને ખૂબ ખતરનાક સંકેત તરીકે જોવામાં આવી રહ્યો  છે.

દેશભરમાં પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં છુપાયેલા આતંકવાદીઓ સામે કાર્યવાહી માટેની માંગ ઉઠી રહી છે ત્યારે કેટલાક લોકોનું કહેવું છે કે તમામ પ્રકારના યુદ્ધ વિમાનોની ચકાસણી કરવામાં આવ્યા બાદ આનો ઉપયોગ પણ થઈ શકે છે. હવાઈ હુમલાના વિકલ્પને સૌથી અસરકારક વિકલ્પ તરકે પણ ગણવામાં આવે છે. જો વધુ એક વખત સર્જીકલ સ્ટ્રાઈક થાય અથવા તો દુશ્મન દેશ દ્વારા જો કોઈ અટકચાળો કરવામાં આવે તો પરિસ્થિતિ કેવી રીતે કાબુમાં લઇ શકાય તે આ દ્રશ્યો જ કહી આપે છે.

પુલવામામાં આતંકવાદી હુમલા બાદ પોખરણમાં ભારતીય વાયુ સેનાએ પોતાની શક્તિ બતાવીને સાબિત કર્યું છે કે હવે યુધ્ધના મેદાને ઉતરવા અમે તૈયાર છીએ. આતંકીઓ અને દુશ્મન દેશને હવે સબક શીખવાડવા માટે સક્ષમ છે. આ શક્તિ પ્રદર્શનથી કહી શકાય કે હવે જડબાતોડ જવાબ આપવા માટે હવે ભારત આકરું થયું છે. 

WATCH ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter