GSTV
Home » News » રાજ્યના યુવાધનને આ નશાથી બચાવવા માટે, ગૃહ રાજ્ય મંત્રી લેશે આ કડક કાયદાકીય પગલા

રાજ્યના યુવાધનને આ નશાથી બચાવવા માટે, ગૃહ રાજ્ય મંત્રી લેશે આ કડક કાયદાકીય પગલા

રાજયનું યુવાધન નશાના માર્ગે ન વળે અને નશાની ચુંગાલમાંથી મુક્ત થાય તે માટે ડ્રગ્સ, માદક પદાર્થોના વેચાણ-સંગ્રહ કરનાર કોઇપણ ચમરબંધીને રાજ્ય સરકાર છોડશે નહીં એમ ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું. નાર્કોટીક્સ અને માદક પદાર્થની બદી ડામવા કડક કાર્યવાહી કરાશે. જે વિસ્તારમાં નાર્કોટીક્સ પડકાશે તે વિસ્તારના અધિકારીઓ સામે કડક હાથે કાયદાકીય કાર્યવાહી કરાશે. તેમજ ડ્રગ્સ સૂંઘીને પકડી શકે તેવા ખાસ સ્નિફર ડોગ પોલીસ દળમાં ટૂંક સમયમાં સામેલ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

ઇ-સિગારેટ નું વધ્યું ચલણ ગુજરાતમાં

આ ઉપરાંત રાજયના યુવાનોમાં ઓન લાઇન મંગાવવામાં આવતી આરોગ્ય માટે જોખમી ઇ-સિગારેટનું ચલણ જોવા મળ્યું છે. ઇલેકટ્રોનીક નિકોટીન ડીલીવરી સિસ્ટમ (ENDS) દ્વારા ઓન લાઇન મંગાવાતી ઇ-સિગારેટ ઉપર પણ ગુજરાતમાં પ્રતિબંધ મુકવામાં આવશે. હાલમાં ભારતના 12 રાજયો સહિત વિશ્વના 36 દેશોમાં આ પ્રકારની ઇ-સિગારેટ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

યુવાનો નશા તરફ પ્રેરાય નહીં તે માટે નશાબંધીના કાયદામાં પણ યોગ્ય સુધારાઓ કરી કાયદાને વધુ કડક અને મજબૂત બનાવ્યો છે. કે જેથી ગુનેગારો સરળતાથી છૂટી શકે નહીં. જેના પરિણામ રાજ્યમાં ઘણી સફળતા પણ મળી રહી છે. સાથે સાથે રાજ્ય સરકારે હુક્કાબારમાં પણ સંપૂર્ણપણે પ્રતિબંધ મુક્યો છે. જેના પરિણામે યુવાનો નશામાંથી મુક્ત બન્યા છે.  ગૃહ રાજય મંત્રીએ જણાવ્યું કે, કેફી પર્દાથ અને મનોપ્રભાવી દ્રવ્ય અધિનિયમ- NDPS હેઠળ રાજયમાં વર્ષ-2017માં કુલ-67 કેસોમાં 87 આરોપીઓની ઘરપકડ કરાઇ છે, વર્ષ-2018 માં કુલ-150 કેસોમાં 207 આરોપીઓ તેમજ વર્ષ-2019માં 31 મેની સ્થિતિએ 61 કેસોમાં 91 આરોપીઓની ઘરપકડ કરવામાં આવી છે.

જાડેજાએ કહ્યું કે, જો આવા માદક પદાર્થો પકડવામાં નબળી કામગીરી જણાઇ આવશે તો સંબંધીત અધિકારીઓ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે.  આ ઉપરાંત રાજયના નાગરિકો ફરીયાદ કરી શકે તે માટે ટોલ ફ્રી નં. 14405 પણ શરૂ કરાયો છે. સ્ટેટ મોનીટરીંગ સેલના કન્ટ્રોલ રૂમના નંબર 9978934444 પર વોટ્સએપ અને SMS દ્વારા પણ માહિતી આપી શકાશે અને માહિતી ગુપ્ત રહેશે. સ્ટેટ મોનીટરીંગ સેલનું ફેસબુક આઇ.ડી. smc gujarat અને ઇ-મેઇલ smcgujarat1@gmail.com કાર્યરત કરવામાં આવ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે, આ કામગીરી માટે ડી.જી.પી. ઉપરાંત સી.આઇ.ડી.(ક્રાઇમ) તથા એ.ટી.એસ દ્વારા પણ કામગીરી ઉપર દેખરેખ રાખવામાં આવશે અને સમયાંતરે રાજ્યકક્ષાએ મોનીટરીંગ કરાશે.

READ ALSO

Related posts

સોનભદ્ર હત્યાકાંડ પર દીદી બોલ્યા- ભાજપ બંગાળમાં આવી શકે, અમને યુપીમાં ન જવા દીધા

Riyaz Parmar

શીલા દીક્ષિતે આ ફિલ્મ એટલી બધી વાર જોઈ કે ઘરના લોકોને પાડવી પડી ના

Nilesh Jethva

દ્રાસમાં રાજનાથસિંહે કારગિલ યુદ્ધના વીર શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!