ફિલ્મી કહાની નહીં આ છે વાસ્તવિકતા, દીકરાનો જીવ બચાવવા મા વેશ્યા બની ગઈ, આ રીતે નીકળી નર્કમાંથી

પોતાના પુત્રને દલાલોની ચેનમાંથી બચાવવા માટે એક માતાએ પોતાની જાતને અંધારી દુનિયામાં ધકેલી દીધી. શારીરીક હવસના શોખીનો એવા દલાલોની વચ્ચે ફસાયેલી માતાએ ઘણી વખત જીવન ખત્મ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ દર વખતે પોતાના પુત્રને બચાવવાની આશાએ તેને જીવતી રાખી હતી. મીડિયા રીપોર્ટ મુજબ, ઑપરેશન રેડ લાઇટ એરિયા દ્વારા દલાલોમાંથી છૂટવા માટે મહિલાએ જ્યારે પોતાની આપવીતી વર્ણવી તો કોઈ પણ વ્યક્તિના રૂંવાડા ઉભા થઇ જશે. માતાની આંખમાંથી નિકળતા આંસુ તેના દર્દને પ્રદર્શિત કરવા પૂરતા નહોતા.

જણાવાઈ રહ્યું છે કે પશ્ચિમ બંગાળના નૉર્થ 24 પરગણા જિલ્લામાં રહેતી મહિલાને પોતાના પતિ સાથે થોડા મહિના પહેલા ઝઘડો થયો હતો. ઝઘડા બાદ મહિલા પોતાના ચાર વર્ષના પુત્રને લઇને પિયર જતી હતી, પરંતુ રેલવે સ્ટેશન પર હવસરૂપી નરાધમોએ તેણીને પોતાની જાળમાં ફસાવી હતી.

તેઓએ મહિલા સાથે સહાનુભૂતિ બતાવી અને તેને પોતાની એક મહિલા સાથીની સાથે દિલ્હીની ટ્રેનમાં બેસાડી દીધી. આ મહિલા તેને લઇને દિલ્હીના રેડ લાઇટ એરિયામાં લઇને આવી. અહીં પહોંચતા મહિલા બધુ સમજી ગઇ હતી. મહિલાએ ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો દલાલોએ તેના પુત્રને પોતાના હસ્તક લીધો હતો અને લાચાર મહિલાને પોતાની સાથે લઇ ગયાં.

દલાલોએ મહિલાને પુત્ર મારફતે બ્લેકમેલ કરવાનુ શરૂ કર્યુ અને આ મહિલાને બધુ કરવા માટે મજબૂર કરાવી કે જેના વિશે તેણે ક્યારેય વિચાર્યુ પણ નહી હોય. મહિલાને આગ્રાના થાના છત્તામાં હાજર એક વેશ્યાગૃહમાં રાખવામાં આવી. 24 કલાકમાં તેને એક વખત પોતાના બાળક સાથે વીડિયો કોલ દ્વારા વાત કરાવવામાં આવતી હતી. તો બીજીતરફ પરિવારજનો મહિલાને શોધી રહ્યા હતાં. મહિલાની શોધખોળ દરમ્યાન પરિવારજનોને ખબર પડી કે મહિલા દલાલોની જાળમાં ફસાયેલી છે. પરિવારજનોએ મહિલાને શોધવા માટે વેશ્યાગૃહોના ચક્કર કાપવાના શરૂ કર્યા. આ દરમ્યાન નવેમ્બર, 2018માં તેમને જાણવા મળ્યું.

કાશ્મીરી બજાર રેડ લાઇટ એરિયાની શેરીઓમાં જ્યારે પરિવારનો એક પરિચિત સભ્ય તેને શોધી રહ્યો હતો ત્યારે વેશ્યાગૃહમાં બહાર જોતી મહિલા પર તેની નજર પડી. ત્યારબાદ તે શખ્સ દલાલ દ્વારા વેશ્યાગૃહમાં પહોંચ્યો. આ દરમ્યાન બંને એકબીજાથી અજાણ રહ્યાં. સંબંધીએ તાત્કાલિક તેની જાણકારી મહિલાના પરિવારજનોને આપી. પરિવારજનોએ તેની માહિતી તાત્કાલિક પોલીસને આપી અને મહિલાને સુરક્ષિતપણે ત્યાંથી બહાર કાઢી. પોલીસે આ વોટ્સએપ નંબરને પણ ટ્રેક કર્યો, ત્યારબાદ માતા-દીકરાની વીડિયો કૉલ કરાવવામાં આવી હતી. પછી દિલ્હીમાં ચાર-પાંચ જગ્યા પર રેડ પાડીને બાળકને શોધી કાઢ્યો હતો.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter