દિવાળીના પર્વને ગણતરીના જ દિવસો બાકી છે. આ તહેવાર હિંદૂ ધર્મનો મુખ્ય તહેવાર છે. આ દિવસે દરેક ઘરમાં લક્ષ્મીજીની પૂજા થાય છે.તેમને પ્રસન્ન કરવા માટે દરેક વ્યક્તિ દિવાળીના પર્વને ધામધૂમથી ઉજવે છે અને ખાસ ઉપાયો પણ કરે છે. જો કે દિવાળીના દિવસ ઉપરાંત દિવાળી પહેલા આવતા એક ખાસ દિવસે વ્રત કરીને પણ લક્ષ્મીજીને પ્રસન્ન કરી શકાય છે. આ વ્રત કરવાથી માતા લક્ષ્મી ઝડપથી પ્રસન્ન થાય છે.

કારતક માસની એકાદશી એટલે કે રમા એકાદશીનું વ્રત કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે કારણ કે આ વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને તેમાં ભગવાનના કૃષ્ણ અવતારની પૂજા કરવામાં આવે છે.
આ ઉપરાંત લક્ષ્મીજીનું નામ પણ રમા છે તેથી તેમના નામે આ તહેવાર ઉજવાય છે. આ દિવસે વ્રત કરનારના જીવનમાં ક્યારેય ધનની ખામી રહેતી નથી.

ક્યારે છે રમા એકાદશી
રમા એકાદશી 24 ઓક્ટોબર 2019ના રોજ આવશે. આ દિવસે શુભ મુહૂર્ત બપોરે 1 કલાકથી 9 મિનિટ સુધી છે જે સાત્રે 10 કલાક અને 19 મિનિટ સુધી રહેશે. આ દિવસે કરેલા વ્રતના પારણાં બીજા દિવસે સવારે 6 કલાક અને 32 મિનિટથી 8 કલાક અને 45 મિનિટ સુધી કરી શકાશે.

આ રીતે કરવું વ્રત
આ દિવસે સવારે સ્નાન કર્યા બાદ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની વિધિ વિધાનથી પૂજા કરો. તેમને ફળ આદિનો ભોગ ધરાવી આરતી કરવી.
પૂજા દરમિયાન તુલસીના પાન અચૂક ચઢાવવા. ત્યારબાદ આ વ્રત કર્યાનો સંકલ્પ કરવો અને વ્રતની કથા વાંચવી. આ દિવસે ઘરે સુંદરકાંડ, ભજન કે ગીતા પાઠ કરવાથી પાપનો નાશ થાય છે.
Read Also
- પોર્ન સાઈટ પર નીતીશની વોર્નિંગ, દેશભરમાં આવી વેબસાઈટ બંધ કરે કેન્દ્ર સરકાર
- મોદી સરકારની આ સ્કીમનો ઉઠાવો ફાયદો, દર મહિને ઘરે બેઠા આવશે પૈસા ! આ છે અરજી કરવાની રીત
- શું તમે ઘરે બેઠા થશે લાખોની કમાણી કરવા માંગો છો તો આ સમાચાર તમારા માટે જ છે, જલ્દીથી વાંચી લો
- ક્યાંક તમારું પણ બની ના જાય બીજુ PAN, જો એવું થશે તો ભરવી પડશે પેનલ્ટી
- 10 હજાર રૂપિયા સુધીનાં ટ્રાન્ઝેક્શનની બદલાવવાની છે વ્યવસ્થા? RBIએ આપ્યો પ્રીપેડ કાર્ડનો પ્રસ્તાવ