GSTV
Life Relationship Trending

Parenting Tips : બાળકોના ભવિષ્યને કરવું છે ઉજ્જવળ, આજે જ કરો આ પાંચ આદતોને જીવનમાંથી બહાર

બાળકોનું મન એકદમ કુમળું હોય છે. તેની આસપાસનુ વાતાવરણ જેવું પણ હોય તેની સીધી જ અસર તેમના જીવન પર પડે છે. સૌથી વધુ સમય બાળકો તેમના માતા-પિતા સાથે ઘરે વિતાવે છે અને તેમની પાસેથી મોટાભાગની વસ્તુઓ પણ શીખે છે. બાળકમાં સારી આદત આવે કે ખરાબ એ બંને માટે તેમના માતા-પિતા જવાબદાર હોય છે. ઘણીવાર પેરેન્ટ્સ અજાણતા જ તેમના બાળકોને અમુક ખરાબ આદતો શીખવાડી દેતા હોય છે, જે તેમના ભવિષ્યને અંધકારમયી બનાવી દે છે. તો ચાલો જાણીએ કઈ છે આ આદતો?

દલીલ કરવી :

જો તમારું બાળક દરરોજ તમને દલીલ કરતા અથવા લડતા જોવે તો તેનું વર્તન આપોઆપ હિંસક બની જશે. બાળકો જ્યારે ઘરની લડાઈઓ જુએ છે તો તે પોતાને દોષી ઠેરવવાનું શરૂ કરે છે. માટે શક્ય બને ત્યાં સુધી ક્યારેય પણ બાળક સામે ઘરની કોઈપણ બાબતને લઈએ દલીલ ના કરવી અને જો આવી કોઈ સ્થિતિ આવે તો તે દલીલને શાંતિપૂર્વક નિપટાવવાનો પ્રયત્ન કરો.

મારપીટ કરવી :

ઘરમાં કોઈપણ પ્રકારની હિંસા એ બાળકનું જીવન કાયમ માટે બરબાદ કરી શકે છે. શારીરિક અને માનસિક રીતે થતી હિંસાઓ બાળકો પર ખુબ જ વધારે પડતી ઊંડી અસર કરે છે. આવા બાળકો મોટા થાય ત્યારે તેમને ડ્રગ્સ અથવા આલ્કોહોલની લત હોવાની સંભાવના વધુ હોય છે.

વધારે પડતું કડક વલણ :

માતાપિતા તેમના બાળકોને શિસ્ત કેવી રીતે શીખવે છે તે વાત પણ ખુબ જ મહત્વની છે. જ્યારે માતા-પિતા બાળકને કોઈ વસ્તુ પર દબાણ કરે છે ત્યારે બાળકનું વર્તન બદલાવવાનું શરૂ થાય છે અને તે ધીમે-ધીમે તેના માતાપિતાથી દૂર જવા લાગે છે. વધારે પડતા કડક વલણના કારણે બાળકો ઘણીવાર આક્રમક બની જાય છે અને તેમના મગજ પર ખુબ જ નકારાત્મક અસર પડે છે.

એન્ટી-સોશિયલ બનવું :

જો તમે સામાજિક ગતિવિધિઓમાં ઓછો ભાગ લેનાર માતા-પિતા છો તો તમારા બાળકમાં પણ તમારા કારણે આ અવગુણ જન્મી શકે. તમારી આ એક ભૂલના કારણે બાળક આખું જીવન એકલતામાં વિતાવે છે. તે કોઈપણ વ્યક્તિ સાથે સરળતાથી હળીભળી શકતો નથી.

તણાવમાં રહેવું :

ભલે ગમે તેટલો કામનો કે ઘરનો તણાવ હોય પરંતુ, ક્યારેય ભૂલથી પણ બાળક સામે આ તણાવ ના આવવા દેવો. ઘણીવાર પેરેન્ટ્સ ઘરની કે કામની કોઈ બાબતને લઈને તણાવમાં આવી જતા હોય છે અને તેના કારણે ઘરે આવીને તે તણાવના કારણે વિચિત્ર પ્રકારનું વર્તન કરતા હોય છે અને આ વર્તનની સીધી જ અસર તેના બાળક પર પડે છે. ગુસ્સામાં બૂમો પાડવા, અપમાનજનક બોલવા અને વસ્તુઓ તોડવા જેવી આદતો બાળકમા તમારા આ વર્તનના કારણે આવી શકે છે માટે સાવચેતી રાખવી કે, ક્યારેય પણ તણાવનું પ્રમાણ એટલી હદ સુધી ના વધી જાય કે તે બાળક સામે આવે.

Read Also

Related posts

સરકારની મોટી તૈયારી / ટેક કંપનીઓની નહીં ચાલે મનમાની, માત્ર બે પ્રકારના જ ચાર્જરનો ઉપયોગ થશે

Hardik Hingu

મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને આપ્યો મોટો ઝટકો, નહીં મળે આઠમું પગાર પંચ

GSTV Web Desk

નીતિશ ના માન્યા / નીતિશને મનાવવા ભાજપે શાહને શરણે જવું પડ્યું, ડેમેજ કંટ્રોલ ન ફળ્યું

Hardik Hingu
GSTV