GSTV
Home » News » ફેશનેબલ કપડાં પહેરતા નડી રહેલી પેટની ચરબીને આવી રીતે છુપાવો

ફેશનેબલ કપડાં પહેરતા નડી રહેલી પેટની ચરબીને આવી રીતે છુપાવો

આજકાલ મોટાભાગની યુવતીઓ તેમજ યુવકોને પોતના વધારે વજનની સમસ્યા હેરાન-પરેશાન કરતી હોય છે. વજન કેવી રીતે ઘટાડવું તે બજેટના મુદ્દા જેટલી જ મોટી સમસ્યા તેમના માટે બની રહે છે. દરેક જણ ઇચ્છતું હોય છે તે તેમનું શરીર ફીટ હોય જેથી તેઓ કોઈપણ ફેશનને અપનાવી શકે. સ્થૂળતાપણું ઘટાડવા તેઓ વ્યાયામ તો કરે જ છે પરંતુ સાથે-સાથે ડાયટિંગ પણ કરતા હોય છે. એવું કહેવાય છે કે તમે જેવો ખોરાક લેતા હોવ તેવા જ તમે થાવ છો. તમે જેટલી મહેનત કરશો તેટલું પરિણામ મળશે.

કેટલાક લોકો સ્થૂળ નથી હોતા પરંતુ તેમના પેટની ચરબી વધુ દેખાતી હોવાથી વધુ જાડા લાગે છે. પેટ વધુ ઉપસેલું દેખાતું હોવાથી તો ઇચ્છવા છતાં પણ ફેશન મુજબના કપડાં પહેરતા સંકોચ અનુભવે છે. જો કે તમને આ સમસ્યાથી જરૂર છુટકારો મળી શકે છે. તમે તમારા પેટની ચરબી છુપાવવા માંગતા હોવ તો તમારે ટમી ટકરનો ઉપયોગ કરવો જોઈએ. ટમી ટકર એ એક બોડી શેપર છે જે ખાસ કરીને વેસ્ટર્ન ડ્રેસ પહેરનાર યુવતીઓ ઉપયોગ કરતી હોય છે. ટમી ટકર પહેરવા પર બિલકુલ ખ્યાલ આવતો નથી કે તમારા પેટની ચરબી વધુ છે.  

જો તમને ભારતીય પોશાક પહેરવો પસંદ હોય તો અનારકલી અથવા ફલેયર્ડ હેમલાઈન જેવી કુર્તીઓ હાલમાં વધુ ફેશનમાં છે. જે તમારા વધેલા પેટને છુપાવવામાં મદદ કરશે. ફ્લેયર્ડ હેમલાઈનવાળી કુર્તીઓને ઓફિસ સાથે કેઝ્યુએલ રીતે પણ પહેરી શકાય છે. રફલ ટોપ જોવામાં તો આકર્ષક લાગવા સાથે સ્ટાઈલિશ પણ લાગે છે અને તે પેટ પર જમા થયેલ ચરબી છુપાવવામાં પણ મદદ કરશે. જો તમને વેસ્ટર્નમાં જીન્સ પહેરવું પસંદ હોય તો લો વેસ્ટ ના બદલે હાઈ વેસ્ટ જીન્સનો જ ઉપયોગ કરો.

તમે ફોર્મલ પોશાકમાં ઓફિસ જતા હોવ તો પેન્સિલ સ્કર્ટ બેસ્ટ ઓપ્શન છે અને તેની સાથે ઢીલું ટોપ પહેરો. સ્થૂળ લોકોને લાંબી લાઈનોવાળા અને વર્ટિકલ પેર્ટનવાળા ડ્રેસમાં તમે વધુ લાંબા લાગશો અને તમારા પેટની ચરબી પણ દેખાશે નહિ. પેટની ચરબી છૂપાવવા માટે પોશાકની પસંદગી કરતી વખતે તેની પેટર્નને જરૂર ધ્યાનમાં રાખવી.

READ ALSO

Related posts

બોલ્ડ અવતારમાં નજરે પડી સોનૂ કે ટીટૂ કી સ્વીટી, જીત્યો મોસ્ટ સ્ટાઈલિશનો એવોર્ડ

pratik shah

1 ડિસેમ્બરથી વાહનો પર આ વસ્તુ નહીં હોય તો લાગશે દંડ, સરકાર લાગુ કરવાની છે આ નિયમ

Dharika Jansari

વોડાફોન-આઈડિયા છે કાર્ડ તો 1 ડિસેમ્બરથી ફોન કરવો પડશે મોંઘો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!