GSTV
Home » News » ખેતરમાં યોગ્ય ઉત્પાદન મેળવવા માટે માત્ર 30 રૂપિયામાં કરો આ કામ

ખેતરમાં યોગ્ય ઉત્પાદન મેળવવા માટે માત્ર 30 રૂપિયામાં કરો આ કામ

જૂનાગઢ. એક એવો જિલ્લો જેને ભારતભરમાં મગફળીનું હબ ગણવામાં આવે છે. આમ છતાં કેટલીકવાર ખેડૂતોની ભૂલના પરિણામે જ જમીન જે યોગ્ય પાક આપતી હોય તે બાદમાં નથી આપી શકતી. હાલ ટેક્નોલોજીનો વ્યાપ વધ્યો છે પણ ઘણાં ખેડૂતો એવા છે જેમને આ વિશે ખ્યાલ નથી. ત્યારે આજે કૃષિ વિશ્વમાં જમીન ચકાસણી પર વિસ્તારથી વાત કરીએ.

ખેતી ક્ષેત્રે જેમ જેમ આધુનિકતા અને ટેકનોલોજીનો વ્યાપ વધ્યો છે. તેમ તેમ ખેડૂતોની સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ આવતું થઈ ગયું છે. હવે ખેડૂતોના જમીનની ફળદ્રુપતા ઓછી છે કે વધુ ? જમીનમાં કોઈ વસ્તુની જરૂરિયાત છે કે નહીં ? અને શું જરૂર છે ? તે સહેલાઈથી જાણી શકે છે અને તે પણ માત્ર 30 રૂપિયામાં.

પણ ટેક્નોલોજી આટલી આગળ વધ્યા છતાં ખેડૂતો એકબીજાનું અનુકરણ કરતાં હોય છે. બીજાની વાડીમાં શું નાખેલું છે તે જોઈ પાકમાં ઉત્પાદન લેવાની વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરતા હોય છે. આમ કરવાથી છેવટે તો સૌથી મોટું નુકસાન પાક અને ખેડૂતોને જ છે. પણ જો આવું ન કરવું હોય તો પાકના વાવેતર પહેલા જમીન ચકાસણી શાખામાં પોતાની જમીનમાં શું જરૂરી છે તેનું ટેસ્ટિંગ કરાવી લેવું જોઈએ. આમ કરવાથી ઉત્પાદન પણ વધારે મળશે અને ભવિષ્યમાં પાક બગડવાની ચિંતા પણ નહીં રહે.

જૂનાગઢ જિલ્લામાં સાડા ચાર લાખથી વધુ ખેડૂતો નોંધાયેલા છે. પરંતુ તેમાંથી વર્ષ દરમ્યાન માત્ર 12 હજાર જેટલા ખેડૂતો જ પોતાના જમીનની ચકાસણી કરાવે છે. એક સમયે સૌરાષ્ટ્રની જમીનમાં નાઈટ્રોજનનું પ્રમાણ પૂરતા પ્રમાણમાં હતું. ફોસ્ફરસ તત્વ પ્રમાણમાં ઓછું હતું. જ્યારે પોટાસ અને સલ્ફર તત્વ પૂરતા પ્રમાણમાં હતા.

છેલ્લા દશેક વર્ષથી ખેડૂત પોતાની જમીનમાં વાર્ષિક ત્રણેક પાક લે છે જેના લીધે જંતુનાશક દવાનું પ્રમાણ વધી રહ્યું છે. જેથી પોટાસ અને સલ્ફરનાં પ્રમાણની જમીનમાં ઉણપ વર્તાય છે. તો બીજી તરફ ફોસ્ફરસ તત્વનું પ્રમાણ સતત વધી રહ્યું છે. જેના લીધે જમીન એકદમ કડક થઇ જાય છે અને છોડનો જે વિકાસ નરમ જમીનમાં થાય તે કડક જમીનમાં થતો નથી. પરિણામે ખેડૂતોને નુકસાની સહન કરવાનો વારો આવે છે. આમ જમીનની ફળદ્રુપતામાં દિન-પ્રતિદિન સતત ઘટાડો આવી રહ્યો છે તે એક ચિંતાનો વિષય છે. અને તેને અટકાવવા માટે ખેડૂતો પોતાની જમીનનું પૃથક્કરણ કરાવે તે ખેડૂતોના હિત માટે જરૂરી બન્યું છે.

READ ALSO

Related posts

વિચિત્ર રિવાજ! પતિ પહેલાં યુવતીએ અનેક પુરુષો સાથે બાંધવા પડે છે સંબંધ, માતા-પિતા જ બનાવીને આપે છે ખાસ ઝુંપડી

Bansari

પતિ સાથે થયો ઝગડો તો પત્નીએ પાડોશી સાથે બનાવ્યા સંબધ, પછી થયું એવું કે…

pratik shah

જમ્મુ કાશ્મીરની સ્થિતિ અંગે કોંગ્રેસ બાદ આ પાર્ટી આવી મેદાને, કહ્યું- અહિંયા બધુ બરાબર નથી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!