મહિને 2 લાખ કમાવવા છે તો આ ખેતી કરો, ટૂંકાગાળામાં થશે મબલખ કમાણી

દરેક લોકોનુ સપનુ હોય છે કે નાના એવા રોકાણથી લાખોની આવક મેળવે.આમ તો લોકો ઘણી વસ્તુઓનો બિઝનેસ કરે છે અને તેમાંથી ફાયદો પણ મેળવે છે પરંતુ જો તમે ખેડુત છો અને તમારા ખર્ચ કરતા વધુ ફાયદો ઈચ્છો છો તો તમે કાકડીની ખેતી કરી શકો છો. તેમજ લાખોની આવક પણ મેળવી શકો છો. ગુજરાતમા્ં પણ ઘણા ખેડૂતો શેડનેટહાઉસમાં કાકડીની ખેતી કરી સારી એવી કમાણી કરી છે. ટૂંકાગાળામાં ઉત્તમ અાવક અાપતો અા ઉત્તમ વ્યવસાય છે. ખેડૂતો 2થી 3 વર્ષ પહેલાં ગ્રીનહાઉસમાં પ્રથમ પાક કાકડીનો જ કરતા હતા. જેને પગલે ટૂંકા સમયમાં ખેડૂતોને અાવક મળી રહેતી હતી. હવે ધીમેધીમે ગ્રીનહાઉસ બંધ થઈ જતાં કાકડીની ખેતી અોછા જોવા મળી રહી છે. 

રસીદપુરાના ખેડુત દુર્ગાપ્રસાદ ઓલાએ ખેતીમાં થી નફો મેળવવા માટે તેના ખેતરમાં કાકડીની વાવણી કરી અને માત્ર 4 મહિનામાં 8 લાખ રૂપિયાની આવક મેળવી છે. તેણે પોતાના ખેતરમાં નેધરલેન્ડની કાકડીની કાકડીની વાવણી કરી હતી. તે રાજસ્થાનના પહેલા ખેડૂત હતા કે જેણે કાકડીના વાવેતર માટે નેધરલેન્ડથી બીજ મંગાવ્યા હતા. આ કાકડીમાં બી નથી હોતા જેના કારણે મોટી હોટલો અને રેસ્ટોરન્ટમાં તેની ડિમાન્ડ હોય છે.

આ ખેડુતે બાગાયતી વિભાગ પાસેથી 18 લાખ રૂપિયાની સબસીડી લઈને સેડનેટ હાઉસ લગાવ્યુ હતુ. સબસીડી લીધા પછી તેમને 6 લાખ રૂપિયાનો ખર્ચો કરવો પડ્યો. તે પછી તેમણે નેધરલેન્ડથી 72 હજાર રૂપિયાના બીજ મંગાવ્યા. વાવેતરના 4 મહીના પછી 8 લાખ રૂપિયાની કાકાડીનુ વેચાણ કર્યુ. સારી ગુણવતાની કાકડી હોવાથી તેનુ વેચાણ વધુ થઈ રહ્યુ છે. વેપારીઓનુ કહેવુ છે કે આ પ્રકારનીકાકડીની કિંમત સામાન્ય કાકડી કરતા બે ગણી છે. દેશી કાકડી રૂ.20 પ્રતિ કિલોના ભાવથી વેચાઈ રહી છે જ્યારે નેધરલેન્ડની આ કાકાડી રૂ.40 થી 45 પ્રતિ કિલોના હિસાબથી વેચાઈ રહી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter