32 કિમી દૂરથી સર્જરી કરવા ડૉ. તેજસ પટેલે શા માટે અક્ષરધામ પસંદ કર્યુ?

ગાંધીનગર અક્ષરધામમાં બેઠા બેઠા ડૉ. તેજસ પટેલે ટેલિરોબોટિક સર્જરી કરી ઈતિહાસ રચી દીધો. પરંતુ સવાલ એ થાય કે બીજે ક્યાંય નહીં ને અક્ષરધામને જ શા માટે પસંદ કર્યું. આવો જોઈએ. ગાંધીનગર અક્ષરધામ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું. અક્ષરધામ સંકુલમાં ઓપરેશન માટે ખાસ સેટઅપ ઊભો કરાયો. 100 એમબીપીએસ હાઈસ્પિડ ઈન્ટરનેટની મદદથી વીડિયો કોન્ફરન્સિંગ સહિતની ટેક્નોલોજી સેટ કરાઈ અને અક્ષરધામમાંથી રોબો કંટ્રોલથી ડૉ. તેજસ પટેલે ઓપરેશન કર્યું.

અહીં સવાલ એ થાય કે ડૉ. તેજસ પટેલે અક્ષરધામની પસંદગી શા માટે કરી. ડૉ. તેજસ પટેલ એવા સ્થળેથી આ ઓપરેશન કરવા માંગતા હતા જ્યાંથી પોઝિટીવ ઉર્જા પ્રાપ્ત થતી હોય. ઓપરેશન પછી ડૉ. તેજસ પટેલે આ વાત સ્વીકારી. ડૉ. તેજસ પટેલે સ્વીકાર્યું કે ઓપરેશન પહેલા ભલે તેઓ ટેન્સ હતા. પરંતુ આત્મવિશ્વાસથી ભરપૂર હતા. મહત્વનું છે કે ડૉ. તેજસ પટેલ પ્રમુખ સ્વામી મહારાજનું સફળ ઓપરેશન કરી ચૂક્યા હતા. તેઓ વર્ષો સુધી બાપાના ડૉક્ટર રહ્યા છે. એટલે મંદિર અને સંતો સાથે તેમને વિશેષ લગાવ રહ્યો છે. ઉપસ્થિત સંતોએ પણ તેમના શુભેચ્છા પાઠવી.

ભગવાનમાં શ્રદ્ધા સાથે શરૂ થયેલુ આ શુભ કાર્ય આવનારા સમયમાં તબીબી ક્ષેત્રે નવી ક્રાંતિ લાવશે તેવો ડૉ. તેજસ પટેલને વિશ્વાસ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter