GSTV
Home » News » પ્રધાનમંત્રી મોદીને ફરી પીઅેમ બનતા રોકવા રચાયેલા મહાગઠબંધનનું સૂરસૂરિયું

પ્રધાનમંત્રી મોદીને ફરી પીઅેમ બનતા રોકવા રચાયેલા મહાગઠબંધનનું સૂરસૂરિયું

લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હરાવવા માટે વિપક્ષોને મહાગઠબંધન બનાવવાના પ્રયાસને ભારે ઝટકો લાગ્યો છે. આ મહાગઠબંધન બનતાં પહેલા જ વિખેરાઈ ગયું છે. એક બાજુ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પોતાની પાર્ટીને મહાગઠબંધનથી અલગ કરી છે અને અલગથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે તો બીજીબાજુ રાજ્યસભામાં ઉપસભાપતિ ચૂંટણીમાં વિપક્ષી દળોનો એકજૂથ ન હોવાનું જોવા મળ્યું છે.

ઘણા વિપક્ષીદળ મહાગઠબંધનમાં શામિલ થઈને પણ 2019ની લોકસભા ચૂંટણી લડવાના મૂડમાં નજર આવી નથી રહી. આમ આદમી પાર્ટી ઉપરાંત એઆઈએડીએમકે, ટીઆરએસ અને બીજેડી જેવા પક્ષ પણ કોંગ્રેસ સાથે આવતા જોવા મળતાં નથી એઆઈએડીએમકે, ટીઆરએસ અને બીજેડીએ રાજ્યસભામાં ઉપસભાપતિ ચૂંટણીમાં એનડીએના હરિવંશ નારાયણ સિંહના પક્ષમાં મતદાન કરીને સાબિત પણ કરી દીધું છે. એટલું જ નહીં આમ આદમી પાર્ટી, વાયઆરએસ કોંગ્રેસ, પીડીપીએ રાજ્યસભામાં ઉપસભાપતિ ચૂંટણીના મતદાનમાં પોતાને અલગ રાખ્યા. આ પક્ષોએ સંસદમાં વોકઆઉટ કરીને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે વિપક્ષમાં રહેવા છતાં પણ કોંગ્રેસની સાથે નથી. મહત્વનું છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીને હરાવવા માટે તમામ વિપક્ષી દળોને એકજૂથ થવાના પ્રયાસો છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યાં છે.

કર્ણાટક ચૂંટણી બાદ મુખ્યપ્રધાન કુમારસ્વામીના શપથગ્રહણ સમારોહમાં તમામ વિપક્ષી પાર્ટીઓ એક મંચ પર આવી હતી. એ પહેલી વખત હતું જ્યારે મોદી સરકાર વિરુદ્ધ તમામ વિપક્ષી દળ એકજૂથ નજર આવ્યા હતા. ત્યાર બાદ આરજેડી નેતા તેજસ્વી યાદવે દિલ્હીના જંતરમંતરમાં મુઝફ્ફરપુર બાલિકા ગૃહકાંડ વિરુદ્ધ ધરણા કર્યાં ત્યારે પણ મોટાભાગના વિપક્ષના નેતાઓ એક સાથે દેખાયા હતા. પરંતુ રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ એક સાથે મંચ પર જોવા મળતા નથી.

આ ઘટનાઓ પછીથી માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણીમાં તમામ રાજકીય પાર્ટી મળીને પીએમ મોદી અને ભાજપ સામે મોટો પડકાર છે. પરંતુ હવે આ મહાગઠબંધન બનતા પહેલા જ વિખેરાઈ ગયું છે. કેજરીવાલે તો જાહેર કરી દીધું છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કોઈપણ પ્રકારના ગઠબંધનનો ભાગ નહીં હોય અને પાર્ટી હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની સાથે લોકસભાની તમામ બેઠકો પર ચૂંટણ લડશે.

Related posts

મોદી સરકારના આ મંત્રીએ ખાનગી બેંકોને ઝાટકી નાખી, ખાનગી બેંકો ભ્રષ્ટાચારનો ગઢ

Riyaz Parmar

નફ્ફટ પાકિસ્તાન: છેલ્લા 7 વર્ષમાં 5 હજાર વખત કર્યુ ફાયરિંગ, ગૃહ મંત્રાલયનો મોટો ખુલાસો

Riyaz Parmar

વાહ રે ચૂંટણીપંચ : ભાજપનો દબદબો છે તે 4 બેઠકોની જ ગુજરાતમાં જાહેર થઈ ચૂંટણી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!