GSTV
ટોપ સ્ટોરી

મોટો નિર્ણય/ આ 5 રાજ્યોમાં 7000થી વધુ ગામડાઓને 4G મોબાઇલ કનેક્ટિવિટીની ભેટ, મોદી સરકાર ખર્ચ કરશે 6466 કરોડ

4G

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે મળેલ કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતાં. કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે આ નિર્ણયોની માહિતી આપતા જણાવ્યું હતું કે આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, મહારાષ્ટ્ર અને ઓડિશાના 44 જિલ્લાઓના 7000થી વધુ ગામોમાં મોબાઇલ ટાવર કનેક્ટિવિટી આપવામાં આવશે.

કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયો

સરકારના કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આ ગામોને ફોર-જી મોબાઇલ સેવાઓ પ્રદાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ પાછળ કુલ 6466 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

પાંચ રાજ્યોમાં આંધ્ર, છત્તીસગઢ, ઝારખંડ, મહારાષ્ટ્ર, ઓડિશાના 44 જિલ્લાના ગામોનો સમાવેશ : કુલ રૂ. 6466 કરોડનો ખર્ચ થશે

કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે સરકારે નિર્ણય લીધો છે પાંચ રાજ્યો આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, મહારાષ્ટ્ર અને ઓડિશાના 44 જિલ્લાઓના 7266 ગામોમાં મોબાઇલ ટાવરની સુવિધા આપવામાં આવશે. આ યોજના પર કુલ 6466 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

માઓવાદ અસરગ્રસ્ત, આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં રૂ. 33822 કરોડના ખર્ચે 32,152 કિમીના રસ્તા બનશે

એક અન્ય મહત્ત્વપૂર્ણ નિર્ણય હેઠળ માઓવાદ પ્રભાવિત, આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના(પીએમજીએસવાય) હેઠળ કુલ 32,152 કિમી સડકનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પાછળ કુલ33,822 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ કમિટીની બેઠકમાં આ મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતાં.

આ 33,822 કરોડ રૂપિયાના ખર્ચ પૈકી 22,978 કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે. આ ઉપરાંત ગ્રામીણ વિકાસ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ ગ્રામીણ વિકાસ વિભાગની માગને પગલે પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના 1 અને 2ની મુદ્દ્ત સપ્ટેમ્બર, 2022 સુધી લંબાવવામાં અવી છે.

Read Also

Related posts

BIG BREAKING: ગહલોતના પાયલટ પરના નિવેદને મચાવી રાજસ્થાનમાં રાજકીય ઉથલપાથલ, શું મહારાષ્ટ્ર જેવું સંકટ સર્જાશે?

pratikshah

સંજય રાઉતનો એકનાથ શિંદેને ખુલ્લો પડકાર! તમારી પાસે 50 ધારાસભ્યોનું સમર્થન છે તો શા માટે ગુવાહાટીમાં છો, દેખાડો તમારું શક્તિપ્રદર્શન

pratikshah

ભાવનગરની મહિલા કોલેજ આવી વિવાદમાં, કોલેજના આચાર્યની મનમાની સામે રોષ

pratikshah
GSTV