GSTV
Auto & Tech Trending

આ કંપની આપી રહી છે ‘મોનસૂન સરપ્રાઇઝ’ ઑફર, મળશે 30GB 4G ડેટા ફ્રી

રિલાયન્સ જિયોને ટક્કર આપવા માટે બાકીની ટેલિકોમ કંપનીઓ પોતાના યૂઝર્સ માટે પણ ઑફર્સ લઇને આવે છે. તાજેતરમાં એરટેલે મૉનસૂન સરપ્રાઇઝ (Monsoon Surprise) ઑફર લોન્ચ કરી છે. આ ઑફર હેઠળ કંપની પોતાના યૂઝર્સને 30GB મોબાઇલ ડેટા ફ્રી આપી રહી છે. આ ઑફર હેઠળ કંપની પોતાના પોસ્ટપેડ યૂઝર્સને 1 જૂલાઇથા 3 મહિના સુધી 30GB 4G ડેટા ફ્રીમાં આપી રહી છે.

લાગી રહ્યુ છે કંપનીએ આ ઑફર રિલાયન્સ જિયોની ધન ધના ધન પ્લાનને ટક્કર આપવા માટે લોન્ચ કર્યો છે. મૉનસૂન ઑફર હેઠળ પોસ્ટપેડ યૂઝર્સને દર મહિને 10GB ડેટા મળશે એટલે કે 3 મહિના સુધી 30GB મોબાઇલ ડેટા મળશે. એક રિપોર્ટ્સ અનુસાર, એરટેલ પોતાના ગ્રાહકોને ઇમેલ કરીને આ ઑફરની જાણકારી આપી છે.

જો કોઇ પણ યૂઝર આ ઑફર મેળવવા માંગે તો 1 જૂલાઇ પછી ‘માય એરટેલ એપ’ પર જઇને ક્લેમ કરે. કહેવાઇ રહ્યુ છે કે એરટેલે પોસ્ટપોડ યૂઝર્સની ‘હૉલિ ડે સરપ્રાઇઝ’ ઑફરને 3 મહિના માટે વધારી દીધી છે અને આ ઑફરને જ મૉનસૂન ઑફર નામ આપી દીધું છે.

Related posts

ભારત જાતીય સમાનતાના મામલમાં પાછળ, યુએનની રિપોર્ટમાં થયો આ ખુલાસો

Akib Chhipa

કતારની ટીકા યુરોપિયન દેશોની બેવડી નીતિ, ખાડી દેશના લોકોએ કર્યો બચાવ

Akib Chhipa

વોટ્સએપે 23 લાખ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો, કારણ જાણી તમે પણ સુધારી શકો છો

Padma Patel
GSTV