GSTV
Home » News » સચિનના આ રેકોર્ડ તોડવા તો કોહલીએ પણ બે જન્મ લેવા પડશે

સચિનના આ રેકોર્ડ તોડવા તો કોહલીએ પણ બે જન્મ લેવા પડશે

sachin-kohali

આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં રોજ નવા રેકોર્ડ બને છે, રોજ નવા રેકોર્ડ તુટે છે. પણ કેટલાક ખેલાડીઓ દ્વારા બનાવવામાં આવેલા રેકોર્ડ અજરાઅમર હોય છે. તેને તોડવું મુશ્કેલ છે. ક્રિકેટ બદલી રહ્યું છે. આ કારણે જ લોકો ટેસ્ટ કરતા વનડે અને વનડે કરતા ટી ટ્વેન્ટી જોવાનું વધારે પસંદ કરી રહ્યા છે. કારણ કે તેમાં રનની આતિશબાજી જોવા મળે છે. હાલમાં જ વિરાટ કોહલીએ સચિનની સેન્ચુરીનો રેકોર્ડ તોડવા તરફ વધુ એક ડગલું ભર્યું પણ સચિનના કેટલાક રેકોર્ડ એવા છે જેના માટે ખુદજ કોહલીએ પણ બે જન્મ લેવા પડે. નજર કરીએ લોઢાના ચણા સમાન સચિનના રેકોર્ડ.

સચિનના રેકોર્ડ

સચિન તેડુલકર એટલે ગોડ ઓફ ક્રિકેટ. જેની બેટીંગ દુનિયાભરમાં આજે પણ લોકપ્રિય છે. નવા ક્રિકેટરો આવ્યા પણ સચિનની જીનિયસ સ્ટાઈલની બેટીંગનો કોઈ જવાબ નથી. તેમના દ્રારા બનાવવામાં આવેલા એક રેકોર્ડને તોડવો મુશ્કેલ જ નહીં નામુમકીન છે. થોડા સમયથી વિરાટ કોહલી જે રીતે બેટીંગ કરી રહ્યો છે તે જોતા આગામી સમયમાં સચિનની સેન્ચુરીનો રેકોર્ડ આરામથી તુટી જશે. તેની ઓસ્ટ્રેલિયા સામેની સેન્ચુરીને જોતા જ રેકોર્ડ તુટી જશે એવું લાગી રહ્યું છે. પણ આ સિવાય સચિન પાસે એક એવો રેકોર્ડ છે જે તોડવો મુશ્કેલ જ નહીં નામુમકીન છે.

સચિનને તેના વનડે કરિયરમાં 62 વખત મેન ઓફ ધ મેચનું ટાઈટલ મળેલું છે. જે વિરાટ કોહલીને અત્યારે 32 વખત મળી ચૂક્યો છે. હજુ મબલખ સેન્ચુરીઓ વિરાટ કોહલી ફટકારશે ત્યારે અને તે મેચમાં તે જ ખીલે ત્યારે આ રેકોર્ડ તેના નામે થઈ શકે તેમ છે.

આ સિવાય સચિને પોતાના આંતરાષ્ટ્રીય કરિયરમાં 463 મેચ રમ્યા છે. 23 વર્ષ લાંબા કરિયરમાં આટલા મેચ કોઈ ખેલાડીએ નથી રમેલા. તો તેમણે 6 વખત વિશ્વકપ રમેલો છે. 1992, 1996,1999, 2003, 2007 અને 2011. સચિનના વધુ એક રેકોર્ડ પર નજર કરવામાં આવે તો 2003ના વર્લ્ડ કપ સમયે તેડુલકરે 673 રન ફટકાર્યા હતા. જે કોઈ ખેલાડી દ્રારા વિશ્વકપમાં બનાવવામાં આવેલા સૌથી વધુ રન છે.

આ માટે સચિનને મેન ઓફ ધ સિરીઝનો એર્વોડ પણ મળ્યો હતો. ભારત આ જ વર્લ્ડકપમાં સૌરવ ગાંગુલીની આગેવાનીમાં ફાઈનલમાં પહોંચ્યો હતો. જ્યાં ભારતીય ટીમે વિશ્વકપની ફાઈનલમાં પહોંચી હતી.

READ ALSO

Related posts

સુરતમાં પ્રથમ આંતરાષ્ટ્રીય ક્રિકેટ મેચ, ભારત સામે ટકરાશે આ ટીમ

Dharika Jansari

કેવડિયાની જંગલ સફારી : જ્યાં સિંહ, વાઘ, દીપડા અને કાંગારૂ પણ જોવા મળશે

Mayur

કેન્દ્ર સામે આ રાજ્યની લાલ આંખ કહ્યું, ‘નવા મોટર વ્હિકલ એક્ટથી લોકો પરેશાન’

Bansari
Do NOT follow this link or you will be banned from the site!