GSTV
Auto & Tech Trending

Jioને ટક્કર : Vodafoneના આ પ્લાનમાં ફક્ત 159 રૂપિયામાં મળશે અનલિમિટેડ ડેટા

ટેલિકોમ ઓપરેટર વોડાફોને જિયો અને એરટેલને ટક્કર આપવા માટે એક નવો પ્લાન લૉન્ચ કર્યો છે. આ પ્લાનની કિંમત 159 રૂપિયા છે. વોડાફોનના આ પ્લાનમાં અનલિમિટેડ કૉલિંગ અને ડેટા આપવામાં આવી રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે આ પ્લાનની ટક્કરમાં એરટેલ અને જિયોના 149 રૂપિયાના પ્લાન સાથે થશે.

વોડાફોનના આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાનમાં 28 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે સાથે જ યુઝર્સ અનલિમિડેટ કૉલિંગનો પણ લાભ લઇ શકશે.

કંપનીએ 159 રૂપિયાનો પ્લાન તમામ સર્કલો માટે લૉન્ચ કર્યો છે. જ્યાં કંપની 4જી સેવા આપી રહી છે ત્યાં આ પ્લાન લૉન્ચ કરવામાં આવ્યો છે. આ પ્લાનમાં યુઝર્સને ફક્ત કૉલિંગ અને ડેટાનો જ લાભ નહી પરંતુ એસએમએસનો લાભ પણ મળી રહ્યો છે.

કૉલિંગ માટે યુઝર્સને દરરોજ 250 મિનિટ મળશે. તેના માટે અઠવાડિયાની એક હજાર મિનિટની લિમિટ રહેશે.

ઉલ્લેખનીય છે કે BSNLએ એક નવી ‘રાખી ઓફર’ રજૂ કરી છે. જેમાં ગ્રાહકોને અનલિમિટેડ વોઇસ, ડેટા અને SMS આપવામાં આવશે. આ પ્લાનની કિંમત કંપનીએ 399 રૂપિયા રાખી છે. આ પ્રીપેડ પ્લાનમાં ગ્રાહકોને 74 દિવસની વેલિડિટી મળશે.

ખાસ વાત એ છે કે BSNL આ નવા પ્લાન દિલ્હી અને મુંબઇ ટેલિકોમ સર્કલમાં પણ વેલિડ છે. તેની સાથે પર્સનલાઇઝડ રિંગ બેક ટોન (PRBT)નો ફાયદો ગ્રાહકોને મળશે. અહિ ગ્રાહકોને અનલિમિટેડ સોંગ ચેન્જનો ઓપ્શન મળશે.

આ પ્લાનને STV399 નામથી રજૂ કરવામાં આવ્યો છે. આ પ્લાનને 26 ઓગસ્ટ રક્ષાબંધનના દિવસે ઉપલબ્ધ કરવામાં આવશે.

BSNLના 399 રૂપિયાના પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ, ડેટા અને SMSનો ફાયદો ગ્રાહકોને મળશે. આ સાથે અનલિમિટેડ કોલિંગનો ફાયદો લોકલ, STD અને રોમિંગ કોલ્સ દરેક પર વેલિડ હશે.

Related posts

ભાજપનો પોપટ થઈ ગયો? / લિકર કૌભાંડના આરોપીઓમાં સિસોદિયાનું નામ જ નહીં, CBIએ 10 હજાર પાનાની ચાર્જશીટ કરી દાખલ

Hardik Hingu

દેશને ટૂંક સમયમાં મળશે Tilting Trains, વળાંકવાળા ટ્રેક પર મોટરબાઈકની જેમ વળવા માટે હશે સક્ષમ

GSTV Web Desk

ભારતના આ પડોશી દેશમાં ‘પાણીપુરી’ પર મૂકાયો પ્રતિબંધ, કારણ જાણી લાગશે નવાઇ

GSTV Web Desk
GSTV