આ કંપનીએ લૉન્ચ કર્યો Jio કરતાં પણ સસ્તો પ્લાન,189 રૂપિયામાં મળશે ઘણું બધુ

રિલાયન્સ જિયોએ જ્યારથી ટેલિકોમ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે ત્યારથી અન્ય ટેલિકોમ કંપનીઓ માટે માર્કેટમાં ટકવુ મુશ્કેલ બની ગયું છે. અન્ય ટેલિકોમ કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે અવારનવાર નવા પ્લાન્સ લૉન્ચ કરતી રહે છે તેવામાં આઇડિયા પણ જિયોને ટક્કર આપવા માટે નવો પ્લાન લઇને આવ્યું છે. જિયોને ટક્કર આપવા માટે આઇડિયાએ નવુ રિચાર્જ પેક લૉન્ચ કર્યુ છે. આઇડિયાનો આ પ્લાન પ્રીપેડ ગ્રાહકો માટે છે,જેમાં યુઝર્સને વૉઇસ અને ડેટા ઑફર પણ મળી રહી છે.

Ideaનો 189 રૂપિયાવાળો પ્લાન

Idea સેલ્યુલરના આ પ્લાનની કિંમત 189 રૂપિયા છે. આ પ્લાનમાં યૂજર્સને 56 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનના અન્ય બેનિફિટ્સની વાત કરીએ તો આ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ વોઇસ કોલિંગ (નેશનલ રોમિંગમાં પણ) સાથે જ ફ્રી 2G/3G/4G ડેટાનો લાભ મળે છે.

ડેટાની વાત કરીએ તો આ પ્લાનમાં યૂઝર્સને 2G ડેટાનો લાભ મળે છે. ડેટાનો ઉપયોગ કરવાની કોઇ ડેલી લિમિટ નક્કી કરવામાં આવી નથી. સાથે જ, આ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 100 એસએમએસનો પણ લાભ મળે છે.

આ પ્લાનને દેશના સિલેક્ટેડ સર્કલ્સ માટે લોંચ કરવામાં આવ્યા છે. એટલા માટે રિચાર્જ કરાવતાં પહેલાં પોતાના સર્કલમાં આ પ્લાનને જરૂર ચેક કરી લો. આ ઉપરાંત દરરોજ યૂઝર્સ ફક્ત 250 મિનિટ અને અઠવાડિયામાં 1000 મિનિટ જ કોલ કરી શકશે.

Jioનો 199 રૂપિયાવાળો પ્લાન

આઇડિયા સેલ્યુલરના આ પ્લાનનો મુકાબલો રિલાયન્સ જિયોના 199 રૂપિયાવાળો પ્લાન સાથે છે. જિયોના આ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 2GB ડેટાનો લાભ મળે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસોની છે. સાથે જ આ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ વોઇસ કોલિંગ સાથે જ દરરોજ 100 એસએમએસનો પણ લાભ મળે છે. જિયોનો આ પ્લાન દેશના તમામ સર્કલ માટે માન્ય છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter