કોરોના સામે લડવા માટે હાલમાં તો માસ્ક અને વેક્સીન જ અસરકારક વિકલ્પ હોવાનુ નિષ્ણાતોનુ કહેવુ છે.આમ છતા યુરોપમાં લોકો વેક્સીન નહીં લેવાની જીદ પર અડેલા છે. હજારો લોકો એવા છે જેમને કોરોના વેક્સીન નથી લેવી.બીજી તરફ ઈટાલીમાં 50 વર્ષથી વધારે વયના લોકો માટે 1 ફેબ્રુઆરીથી વેક્સીન ફરજિયાત બનવાની છે.આમ છતાં કેટલાક લોકો સમજવા માટે તૈયાર નથી.

વેક્સીન વિરોધી લોકો હવે કોવિડ પાર્ટીઓમાં સામેલ થઈ રહ્યા છે.તેઓ પૈસા ખર્ચીને કોરોનાથી સંક્રમિત થયેલા લોકો સાથે પાર્ટી કરી રહ્યા છે.જેથી તેઓ પણ કોરોના પોઝિટિવ થઈ જાય અ્ને વેક્સીનના લેવી પડે.કારણકે કોરોનાથી સંક્રમિત લોકોને સ્વાભાવિક રીતે થોડો સમય માટે રસી મુકવામાં નહીં આવે.

ઈટાલીના ટસ્કની પ્રાંતમાં એક કોવિડ પાર્ટી યોજાઈ હતી.જ્યાં કોરોના પોઝિટિવ લોકો સાથે ડિનર અને વાઈન એન્જોય કરવા માટે 110 પાઉન્ડ એટલે કે 11000 રુપિયા ફી રાખવામાં આવી હતી. લોકો આ પ્રકારની કોવિડ પાર્ટીઓ ક્યાં યોજાય છે તેની તપાસ કરી રહ્યા છે.

Read Also
- વડા પ્રધાન મોદી અને અરવિંદ કેજરીવાલ સામસામા વાક્બાણ ચલાવી રહ્યા છે
- સંબંધ બચાવવા માટે પતિ-પત્ની એક બીજા સાથે 6 મહિના સુધી છૂટા પડ્યા, એકબીજા સાથે વાત ન કરી, પછી રિેલેશનમાં આવ્યો એક અનોખો વળાંક
- Box Office/ ‘લાલ સિંહ ચડ્ડા’ને પહેલા દિવસે મળ્યો ફિક્કો પ્રતિસાદ, ‘રક્ષા બંધન’ ફિલ્મને દર્શકો જ ન મળ્યા!
- India US Drill China: ભારતમાં ચીન બોર્ડર પાસે એમ જ યુદ્ધાભ્યાસ નથી કરવા જઈ રહી US આર્મી, છુપાયેલી છે મોટી ચાલ
- ભાજપના નેતાના શાબ્દિક પ્રહારો / આડી-અવળી વાત કરવાના બદલે ચોખ્ખું કહો કે મને ફરી PM બનવાનો કરડી રહ્યો છે કીડો