GSTV

વૃદ્ધાશ્રમમાં જીવી રહ્યા છે ટીએન શેષન, રાજનીતિક પાર્ટીઓને બતાવી હતી ચૂંટણીપંચની તાકાત

ભારતમાં ચૂંટણીમાં પારદર્શિતા લાવવા અને ચૂંટણી પ્રક્રિયાની સિસ્ટમમાં મહત્વપૂર્ણ બદલાવ લાવનાર પૂર્વ ચૂંટણી કમિશનર ટીએન શેષન આજે વૃદ્ધાશ્રમમાં જીવન વ્યતીત કરી રહ્યા છે. 85 વર્ષીય પૂર્વ ચૂંટણી કમિશનર ટીએન શેષન છેલ્લા કેટલાક સમયથી ગુમનામીની જિંદગી જીવ રહ્યા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર ટીએન શેષન ચેન્નઇમાં પોતાના ઘરથી 50 કિલોમીટર દુર એક વૃદ્ધાશ્રમમાં રહી રહ્યા છે. અહીં તમે જાણીને નવાઇ પામશો પરંતુ ટીએન શેષનને જ ફેઝ આધારીત વોટિંગની શરૂઆત કરાવી હતી. તેમનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહ્યો હતો. હાલ ટીએન શેષન પોતાના ઘરમાં રહી રહ્યા છે. ઉપરાંત તે ઘણા સમય માટે ઓલ્ડ એજ હોમમાં પણ રહે છે.

ટીએન શેષન છેલ્લા ઘણા સમયથી શાંતિનું જીવન વિતાવી રહ્યા છે. શેષન સત્ય સાઇ બાબાના ભક્ત પણ છે. વર્ષ 2011માં તેમના દેહત્યાગ બાદ શેષન આઘાતમાં સરી પડ્યા હતા. રિપોર્ટ મુજબ શેષનને ભૂલવાની બીમારી થઇ ગઇ હતી.

તમિલનાડુ કેડરના આઇઆઇએસ અધિકારી ટીએન શેષન ભારતના 10માં ચૂંટણી કમિશનર હતા. તે 12 ડિસેમ્બર 1990થી 11 ડિસેમ્બર 1996 સુધી ચીફ ઇલેક્શન કમિશનર રહ્યા. શેષને પોતાના કાર્યકાળમાં સ્વચ્છ અને નિષ્પક્ષ ચૂંટણી કરવા માટે નિયમોમાં કડકાઇનું પાલન કરાવ્યું હતું.

બિહાર ચૂંટણીમાં કર્યો મોટો બદલાવ

ટીએન શેષને ચૂંટણી સુધારણાની શરૂઆત વર્ષ 1995માં બિહાર ચૂંટણીથી કરી હતી. બિહારમાં તે દિવસો બુથ કેપ્ચરિંગનો મુદ્દો ઘણો ગંભિર હતો. શેષને બિહારમાં ફેઝ અનુસાર ચૂંટણી કરાવી હતી. શેષને ચૂંટણી તૈયારીઓને લઇને ઘણીવાર ચૂંટણીઓની તારીખોમાં પણ બદલાવ કર્યો હતો.

તેમણે બિહારમાં બુથ કેપ્ચરિંગ રોકવા માટે સેન્ટ્રલ પોલીસ ફોર્સનો ઉપયોગ કર્યો હતો. આ નિર્ણયનો તે દરમ્યાન લાલુ યાદવે ટીકા કરી હતી.

Related posts

જો તમારી બેંકનાં ખાતામાં 3000 રૂપિયા છે તો આ બેંક આપી રહી છે 50 લાખ સુધીની હોમ લોન

Mansi Patel

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા/ જેઠાલાલનું દિલ તૂટી જશે, અગાઉ આ એક્ટર સાથે લફરૂ કરી ચુક્યા છે બબીતા

Pravin Makwana

ભુજમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાના કિટ વિતરણ કાર્યક્રમ પૂર્વે 100 જેટલા વેપારીઓની અટકાયત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!