GSTV

કૃષિ કાયદાનો વિરોધ દક્ષિણ ભારત પહોંચ્યો, આ રાજ્યના CMએ વિધાનસભામાં

Last Updated on August 28, 2021 by Pritesh Mehta

તામિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને રાજ્યની વિધાનસભામાં કેન્દ્ર સરકારના 3 કૃષિ કાયદાના વિરોધમાં પ્રસ્તાવ પાસ કર્યો હતો. આ સાથે જ તામિલનાડુ એ પંજાબ, રાજસ્થાન, છત્તિસગઢ, દિલ્હી, કેરળ અને પશ્ચિમ બંગાળ બાદ કૃષિ કાયદાનો વિરોધ કરનાર સાતમું રાજ્ય બની ગયું છે.

કૃષિ કાયદા

મુખ્યમંત્રી સ્ટાલિનના પક્ષ ડીએમકે દ્વારા સતત કૃષિ કાયદા પરત લેવાની માંગ કરવામા આવતી રહી છે. મુખ્યમંત્રી સ્ટાલિને ત્રણેય કૃષિ કાયદાઓને ખેડૂત વિરોધી ગણાવ્યા હતા. આ સાથે મુખ્યમંત્રી સ્ટાલિને ત્રણેય કૃષિ કાયદાનો વિરોધ કરતા ખેડૂતો વિરુદ્ધ નોંધાયેલા તમામ કેસ પરત લેવાની જાહેરાત પણ કરી હતી.

કેસ

એમકે સ્ટાલિને વિધાનસભામાં ત્રણેય કૃષિ કાયદાનો વિરોધ કરતો પ્રસ્તાવ રજૂ કરતા એઆઈડીએમકે અને ભાજપે આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો અને વૉકઆઉટ કર્યું હતું. એઆઈડીએમકે દ્વારા આ પ્રસ્તાવ ઉતાવળે લાવવાની વાત કહેવામા આવી હતી. આ સાથે મુખ્યમંત્રીએ ખેડૂતો અને સર્વદળીય બેઠકમાં તમામના વિચારો જાણવાની જરૂર હોવાની વાત કહી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

મોટો ઝાટકો/ બિટકોઈન 6000 ડોલર તૂટયા માર્કેટકેપમાં 80 અબજ ડોલરનું ધોવાણ, કોરોનાના નવા વેરિએન્ટે ઉડાડી ઊંઘ

Damini Patel

બિહાર/ મંત્રીના ઓએસડીને ત્યાં એસવીયુના દરોડા, સોનાના બિસ્કિટ સહિત કરોડોની સંપત્તિ જપ્ત

Damini Patel

અમદાવાદમાં રખડતાં ઢોરનો ત્રાસ/ ગાયોના મુદ્દે ફરી રાજકારણ રમાયું, પશુમુક્ત શહેરની દરખાસ્તથી વિવાદ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!