GSTV
Home » News » ટીએમસીએ જાહેર કર્યા VIDEO, કહ્યું- અમિત શાહના રોડ શોમાં BJPના જ ગુંડાઓએ મચાવ્યો ઉત્પાત

ટીએમસીએ જાહેર કર્યા VIDEO, કહ્યું- અમિત શાહના રોડ શોમાં BJPના જ ગુંડાઓએ મચાવ્યો ઉત્પાત

derek o'brien bjp

કોલકતામાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના રોડ શોમાં થયેલી હિંસા આખા દેશમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. ચૂંટણી માહોલમાં કલકત્તાના રસ્તાઓ પર જે ઉતપાત મચાવવામાં આવ્યો તેના સાથે જોડાયેલા વીડિયો સત્તાધારી તૃણમુલ કોંગ્રેસે જાહેર કર્યા છે. આ વીડિયોમાં મોટી સંખ્યામાં લોકો આગચંપી કરતા જોવા મળી રહ્યા છે.

તૃણમુલ કોંગ્રેસે નેતા ડેરેક ઓબ્રાયને આ ત્રણ વીડિયો પોતાના ટ્વિટર એકાઉન્ટમાં જાહેર કર્યા છે અને આરોપ લગાવ્યા છે કે કઈ રીતે અમિત શાહના રોડમાં બીજેપીના ગુંડા ઉત્પાત મચાવી રહ્યા છે. આ વીડિયોને ઓબ્રાયને ત્રણ પુરાવાની રીતે જાહેર કર્યા છે.

પહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બીજેપીના ઝંડા લઈને અમુક ગાડીઓ સડક પરથી પસાર થઈ રહી છે અને ભગવા રંગના કપડા પહેરીને હાથમાં બીજેપીના ઝંડા લઈ અને માથા પર ભગવા સાફા બાંધીને અમુક લોકો રસ્તાના કિનારે ઉભેલા વાહનોને નુકશાન પહોંચાડી રહ્યા છે. તેમાંથી અમુકના હાથમાં ઝંડા છે તો અમુક પથ્થર ફેકતા પણ જોવા મળી રહ્યા છે.

બીજા વીડિયો પણ ત્યાનો જ છે જે બીજા એન્ગલથી રેકોર્ડ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં સળગતા વાહનોના નજીક ભીડમાં અમુક  લોકો ડંડાથી ત્યાં ઉભેલા વાહનોને નિશાન બનાવી રહ્યા છે. સાથે જ પહેલાથી સળગતા વાહન પર બીજા વહન નાખીને તેને સળગાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને ત્રીજા વીડિયોમાં ભીડ ઉત્પાત મચાવે છે તેવું જોવા મળે છે. ટીએમસીએ ત્રણ વીડિયો જાહેર કરીને હિંસા માટે ભાજપને જવાબદાર ગણાવ્યા છે. 

Read Also

Related posts

વરસાદની મોસમમાં બાઈક અથવા સ્કૂટર ચલાવતી વખતે આ બાબતો રાખો હંમેશા યાદ

Path Shah

દક્ષિણ કોરિયામાં પ્રદર્શનકારી પાકિસ્તાનીઓ સામે પડી ભાજપની શાજિયા ઈલ્મી અને પછી…

Kaushik Bavishi

BSNLએ અપડેટ કર્યો પોતાનો આ લોકપ્રિય પ્લાન, હવે મળશે 375GB ડેટા

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!