નુસરત જહાં મુખ્યત્વે બંગાળી સિનેમામાં કામ કરે છે અને તે એક રાજકારણી પણ છે. તેમણે 2019માં ટીએમસી વતી બસીરહાટ મતવિસ્તારમાંથી ચૂંટણી જીતી હતી. અભિનેત્રી રાજકારણ અને અભિનય કરતાં તેના અંગત જીવનને લઈને વધુ ચર્ચામાં રહે છે. આ સાથે તે પોતાના ગ્લેમરસ લુકથી પણ લોકોનું ધ્યાન ખેંચે છે. નુસરતે હાલમાં જ તેની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

નુસરત જહાં સ્કાય બ્લુ કલરની સાડીમાં સુંદર લાગી રહી છે તેમજ તેની પોઝિંગ સ્ટાઈલ વિશે શું જ કહેવું.

સાડી સાથે અભિનેત્રીનો ફેન્સી લુક તેના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ તસવીરોમાં નુસરતની સુંદરતા જોઈને ચોક્કસથી દરેક પોતાનું દિલ હારી જશે.

મિનિમલ મેકઅપ, હેવી ઈયરિંગ્સ, બ્લુ-વ્હાઈટ બંગડીઓ તેના ખૂબસૂરત લુકમાં વધારો કરી રહી છે. તે જ સમયે, ખુલ્લું આકાશ તેના પિક્ચર પેજને વધારે આકર્ષક બનાવી રહ્યું છે.

બંગાળી ફિલ્મોની સૌથી લોકપ્રિય અભિનેત્રી નુસરત જહાંની સુંદરતા માતા બન્યા બાદ વધારે નિખરી છે.

અભિનેત્રી તેના વૈવાહિક સ્થિતિને લઈને પણ ચર્ચામાં છે. તેણે 2019 માં કોલકાતાના જાણીતા ઉદ્યોગપતિ નિખિલ જૈન સાથે લગ્ન કર્યા, પરંતુ તેમને છૂટાછેડા થયાને માત્ર એક વર્ષ થયું હતું. હવે નુસરત ભાજપ પાર્ટી સાથે સંકળાયેલા યશદાસ ગુપ્તા સાથે રહે છે, જેમની સાથે તેને એક પુત્ર પણ છે.
READ ALSO:
- કુશ્તીબાજ દિવ્યા કાકરાનને સહાય મુદ્દે નવો ટ્વિસ્ટ, ભાજપનો પ્રચાર કરનાર આપને કરે છે બદનામ
- સ્માર્ટફોન ધમાકા/ Moto G32ની ખરીદી પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ, 12,000 રૂપિયા સુધીનો આ રીતે મેળવો ફાયદો
- નશાનો કારોબાર/ વડોદરામાં કેમિકલ ફેક્ટરીના નામે ધમધમતી ડ્રગ્સની ફેક્ટરી પર ગુજરાત ATSના દરોડા, ઝડપાયું 1000 કરોડનું ડ્રગ્સ
- સિધ્ધાંતો કે આગે ઝૂકનેકા નહીં / ‘પુષ્પા’ ફેઈમ અલ્લુ અર્જુને 10 કરોડની ઓફર ફગાવી
- મોદીના ફરમાન પછી સંઘે તિરંગો અપનાવ્યો, કચવાટ થતાં ઈતિહાસ બદલાયો