GSTV
India News Trending

ગુજરાતમાં આવુ ક્યારે થશે? / આ શહેરમાં ખરાબ રસ્તા માટે જવાબદાર ચાર ઈજનેરો સસ્પેન્ડ

થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના (ટી.એમ.સી.) ચાર એન્જિનિયરોને પોતપોતાના વિસ્તારના વોર્ડમાં રસ્તાઓની ખરાબ હાલત માટે જવાબદાર ઠેરવીને તેઓને સસ્પેન્ડ કરાયા છે. ગુજરાતમાં અનેક રસ્તાઓ ખરાબ છે અને એ શોધવા માટે કોઈ પંચ બેસાડવાની જરૃર નથી. ગમે તે દિશામાં પ00 મિટર વાહન ચાલે એટલે ખાડામાં ઉતરે એ નક્કી છે. પરંતુ ગુજરાતના કોઈ શહેરમાં આવા કડક પગલાં લેવાતા નથી.

થાણે મ્યુનિસિપલ કમિશનર ડો. વિપીન શર્માએ શહેરની હદમાં રસ્તાની નબળી જાળવણી માટે જવાબદાર ગણીને શુક્રવારે સસ્પેન્ડની કાર્યવાહી કરી હતી. ચાર સસ્પેન્ડ કરાયેલા એન્જિનિયરોમાં લોકમાન્ય નગર- સાવરકર નગર વોર્ડના જુનિયર એન્જિનિયર સંદીપ ગાયકવાડ અને સંદીપ સાવંત, ઉથલસર વોર્ડના એકઝીકયુટીવ એન્જિનિયર ચેતન પટેલ અને વર્તક નગર વોર્ડના એકઝીકયુટીવ એન્જિનિયર પ્રકાશ ખડતરેનો સમાવેશ થાય છે, એમ થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોએ જણાવ્યું હતું.

થાણેના પાલકમંત્રી એકનાથ શિંદેએ શહેરના રસ્તાઓની હાલતનું સર્વે કર્યા બાદ તેઓને સસ્પેન્ડ કરાયું હોવાનું કહેવાય છે. હકીકતમાં એકનાથ શિંદે થાણે મ્યુનિસિપલ કમિશનર ડો. વિપીન શર્માને ખરાબ રસ્તાના સમારકામની દેખરેખ રાખવાની અને ખરાબ રસ્તા માટે જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.

રસ્તાનું સમારકામ ન જાળવવા માટે તપાસ હાથ ધરવામાં આવશે. તેના માટે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવશે. તેના માટે જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવામાં આવશે. ટૂંક સમયમાં કોન્ટ્રાક્ટરોને નોટિસ આપવામાં આવશે એમ કમિશનરે જણાવ્યું હતું.

રસ્તાની હાલત ચારણી જેવી થતાં નાગરિકોને અસુવિધા ઉભી થઈ છે. ગુજરાતમાં ખરાબ રસ્તાઓ માટે સરકારે વિગતો મંગાવવાની શરૃઆત કરી છે અને 1લી ઓક્ટોબરથી રિપેરિંગ કરાવવાની સરકારની ઈચ્છા છે. પણ અત્યારે જ અનેક રસ્તાઓ ભંગાર હાલતમાં છે એ રિપેર કરી શકે તોય પ્રજાને રાહત થશે.

ALSO READ

Related posts

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, ‘પોન્નિયિન સેલ્વન’નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

GSTV Web Desk

Ind Vs SA / ભારતે બીજી મેચમાં પણ આફ્રિકાને ચટાડી ધૂળ, ટી-20 સીરીઝ પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

ભારત જોડો યાત્રા / ભારે વરસાદ વચ્ચે પણ રાહુલ ગાંધીનું ભાષણ જારી, અમને કોઈ નહીં રોકી શકે

Hardik Hingu
GSTV