મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ અને અખિલેશ યાદવવી સમાજવાદી પાર્ટીએ ત્રીજો મોરચો રચવાના સંકેત આપ્યા છે ત્યારે કોંગ્રેસે દાવો કર્યો છે કે, કોંગ્રેસ વગર કોઈ વિપક્ષી મોરચો મજબૂત બની જ ન શકે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે હુંકાર કર્યા કે, ભાજપ વિરોધી ગમે તે મોરચો બનાવો પણ તેમાં કોંગ્રેસનું હોવું જરૂરી છે.

જયરામ રમેશે અત્યંત અહંકારભર્યા સ્વરમાં કહ્યું કે, આ રીતે મોરચા બનતા રહે છે. થર્ડ ફ્રન્ટ, ફોર્થ ફ્રન્ટ, ફિફ્થ ફ્રન્ટ બનતાં રહેશે પરંતુ વિપક્ષનો મોરચો બને તો તેમાં કોંગ્રેસની ભૂમિકા મહત્વની રહેશે. કોંગ્રેસ વિના વિપક્ષનો કોઈ મોરચો શક્ય નથી.
જયરામ રમેશના ટોનને રાજકીય વિશ્લેષકો તોછડો અને અહંકારભર્યો ગણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે, ભાજપ વિરોધી પ્રાદેશિક પક્ષોને કોંગ્રેસની નહી પણ કોંગ્રેસને તેમની જરૂર છે. કોંગ્રેસના નેતા આ વાત સમજવા જ તૈયાર નથી અને વાહિયાત નિવેદનો કરીને પ્રાદેશિક પક્ષોને કોંગ્રેસથી દૂર ધકેલીને રાજકીય ફાયદો કરાવી રહ્યા છે.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો