GSTV
ANDAR NI VAT Trending

ઉતર-પૂર્વી ભારતના ત્રણ રાજ્યોમાં ચૂંટણી મુદ્દે મમતા બેનરજીની પાર્ટીએ સક્રિયતા વધારી, જાણો કેમ

નોર્થ ઈસ્ટના ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં ચૂંટણીની તારીખો જાહેર થતાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે સક્રિયતા વધારી દીધી છે. આ સાથે જ તૃણમૂલ કોંગ્રેસ દ્વારા ત્રિપુરા અને મેઘાલયની તમામ સીટ ઉપર ચૂંટણી લડવાની જાહેરાત પણ કરવામાં આવી છે

સૂત્રોએ આપેલી માહિતી અનુસાર ફેબ્રુઆરીના મધ્યમાં મમતા બેનર્જી ખુદ આ રાજ્યોમાં જોઈને ચૂંટણી પ્રચાર પ્રસાર કરશે. અને આથી જ તે વાત નિશ્ચિત થાય છે કે તૃણમૂલ કોંગ્રેસ આ બંને રાજ્યોમાં જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી દેશે.

જે રીતે મમતા બેનર્જી આ નોર્થઈસ્ટ રાજ્યમાં સક્રિયતા દાખવી રહ્યા છે તે જોતાં સમર્થકોએ તો ફરીથી નારા લગાવવાનું શરૂ કરી દીધું છે. નોર્થ ઈસ્ટને માધ્યમ બનાવીને દિલ્હી પહોંચવાના સપના જોવી રહેલા મમતા બેનર્જી પશ્ચિમ બંગાળમાં તેનું વર્ચસ્વ મજબૂત કરવામાં કાર્યરત બની ગયા છે તે માટે તેઓ જનસંપર્ક અને સોશિયલ મીડિયા નો ઉપયોગ વધારી રહ્યા છે. તૃણમૂલ કોંગ્રેસ બંગાળની 42, આસામની 3, ત્રિપુરાની 2, ગોવાની 2 તેમજ મેઘાલયની એક લોકસભા સીટ ઉપર ફોકસ કરી રહ્યાં છે. આ ઉપરાંત મમતા બેનર્જી અખિલેશ યાદવનું સમર્થન પણ મળે તેવા પ્રયત્નો કરી રહ્યા છે.

Also Read

Related posts

કેનેડા પછી હવે ઓસ્ટ્રેલિયામાં પણ પગ ફેલાવી રહ્યા છે ખાલિસ્તાની? ભારતીયો પર  હુમલામાં પાંચ લોકો થયા ઘાયલ

HARSHAD PATEL

ભાજપે મુસ્લિમોને ટિકિટ આપી, ભૂતપૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબનું પત્તું કાપ્યું

GSTV Web Desk

જમ્મુ-કાશ્મીર: અવંતીપોરાના જંગલમાંથી લશ્કર-એ-તૈયબાના 4 આતંકવાદીઓની ધરપકડ

GSTV Web Desk
GSTV