પડોશી દેશો સાથે સતત સંઘર્ષમાં ઉતરતા ચીને વધુ એક વખત તાઈવાન સાથે ઘર્ષણ વધાર્યું છે. ચીને સતત બે દિવસ પરમાણુ શસ્ત્રોથી સજ્જ ફાઈટર પ્લેન તાઈવાનમાં મોકલીને તેને ડરાવવાનો પ્રયાસ કર્યો છે. જોકે, તાઈવાનની પડખે રહેલા અમેરિકાએ ચીનના આ પગલાં સામે તુરંત જ દક્ષિણ ચીન સમુદ્રમાં તેના યુદ્ધ જહાજો ખડકીને ચીનને સીધો પડકાર ફેંક્યો છે.
દક્ષિણ ચીન સમુદ્રમાં તેના યુદ્ધ જહાજો ખડકીને ચીનને સીધો પડકાર ફેંક્યો
અમેરિકાના રાજદૂતના તાઈવાન પ્રવાસથી ભડકેલા ચીને શનિવાર પરમાણુ શસ્ત્રોથી સજ્જ તેના વિમાનો તાઈવાનની હવાઈ સીમામાં મોકલ્યા હતા. આ વિમાનોમાં આઠ એચ-૬ પરમાણુ બોમ્બર્સ, ચાર જે-૧૬ ફાઈટર વિમાનોનો સમાવેશ થાય છે. ચીને બીજા દિવસે વાય-૮ એન્ટી સબમરીન એરક્રાફ્ટ, બે સુખોઈ-૩૦ ફાઈટર પ્લેન સહિત ૧૬ ફાઈટર વિમાનો મોકલ્યા હતા. જોકે, તાઈવાને જવાબી કાર્યવાહી કરતાં તેના મિસાઈલો ચીનના વિમાન તરફ ફેરવ્યા હતા તેમજ તાઈવાનની એરફોર્સના વિમાનોએ પણ ચીનના વિમાનોનો પીછો કર્યો હતો. જોકે, ચીનના વિમાનો તાઈવાનની એરસ્પેસમાંથી ભાગી છૂટયા હતા.

ચીને પરમાણુ બોમ્બથી સજ્જ વિમાનો મોકલીને તાઈવાનને ડરાવવાનો પ્રયાસ કરતાં અમેરિકાના નવા પ્રમુખ જો બાઈડેને પણ ટ્રમ્પ જેવું જ આકરું વલણ અપનાવતાં ચીનને તાઈવાનને હેરાન નહીં કરવાની ચેતવણી આપી છે અને દક્ષિણ ચીન સમુદ્રમાં યુદ્ધ જહાજ ખડકીને ચીનને સીધો પડકાર ફેંક્યો છે. અમેરિકાના નૌકાદળે રવિવારે કહ્યું કે યુએસએસ થીયોડોર રૂઝવેલ્ટની આગેવાનીમાં વિમાનવાહક જહાજોના સમુહે જહાજોના સ્વતંત્ર પરિવહન માટે દક્ષિણ ચીન સાગરમાં પ્રવેશ કર્યો છે. અમેરિકાએ તાઈવાન પર ચીની સૈન્યના દબાણ અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે આ પ્રકારની ડરાવવા-ધમકાવવાની રણનીતિ પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા માટે જોખમી છે.
READ ALSO‘
- જિલ્લા પંચાયત રિઝલ્ટ/ ગુજરાતમાં ભાજપ 15 જિલ્લા પંચાયત પર આગળ, કોંગ્રેસે ખાતું ખોલ્યું
- નગર પાલિકા રિઝલ્ટ/ 10 વાગ્યા સુધીનું આવું છે ચૂંટણી પરિણામ, શરૂઆતના ટ્રેન્ડમાં ભાજપ આગળ
- LIVE: ધારાસભ્ય અશ્વિન કોટવાલના પુત્રની કારમી હાર, શરૂઆતના ટ્રેન્ડમાં ભાજપ આગળ
- કામના સમાચાર/ શું તમે પણ સસ્તુ ઘર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો? આ 5 વાતોનું રાખો ધ્યાન, થશે મોટો ફાયદો
- કામનું / WhatsApp પર મોકલો છો વીડિયોઝ તો તમારી માટે આવ્યુ છે આ જબરદસ્ત ફીચર, જાણો શું થશે ફાયદો?