GSTV
Entertainment Hollywood News Trending World

અમેરિકન બોક્સઓફિસ પર ટાઈટેનિકનો રેકોર્ડ તુટવાના આરે !

અત્યારસુધી કમાણીની બાબતે જેમ્સ કેમરૂનની ફિલ્મ ટાઈટેનિક અમેરિકન બોક્સઓફિસ પર પોતાના અણનમ કિર્તીમાનથી અવ્વલ હતી, પરંતુ હવે અમેરિકન બોક્સઓફિસ પર ટાઈટેનિકનો રેકોર્ડ તુટવાની નજીક પહોંચી ગયો છે.

હોલિવુડ ફિલ્મ બ્લેક પેન્થરનો જાદુ બીગ સ્ક્રિન પર યથાવત છે. જે હવે કંમાણી બાબતે ટાઈટેનિક ફિલ્મની તુલનામાં આવી ગયું છે. માર્વેલની ફિલ્મ બ્લેક પેન્થર ફેબ્રુઆરી મહિનામાં રિલીઝ થઈ હતી. જેણે કમાણી બાબતે ભારતમાં પણ નવા કિર્તીમાનો સ્થાપિત કર્યા હતા. ઓસ્કરમાં મબલખ નોમિનેશન મેળવનારી જેમ્સ કેમરૂનની ફિલ્મ ટાઈટેનિકે અમેરિકન બોક્સઓફિસ પર 605.5 મિલિયન ડોલરની કમાણીઁ કરી હતી, જેની સામે બ્લેક પેન્થરે 605.3 કરોડની કમાણી કરી છે. પરિણામે બોક્સઓફિસ પર હવે ખૂબ ટુંકા ગાળામાં બ્લેક પેન્થર ટાઈટેનિકના રેકોર્ડને ધ્વંસ કરી નાખશે.

આપને જણાવી દઈએ કે, બ્લેક પેન્થર ફિલ્મ માર્વેલ ફ્રેન્ચાઈઝીની છે. જેમાં સુપરહિરો બ્લેક પેન્થરનું કિરદાર ચેડવિક બોસમેન  દ્વારા નિભાવવામાં આવ્યું છે. જે આગામી સમયમાં અવેન્જર્સ ઈન્ફિનીટી વોરમાં પણ નજર આવશે. તો બ્લેક પેન્થરમાં વિલનના રોલમાં જોર્ડન નજર આવ્યો હતો, જેના ખલનાયક ગોલ્ડન પેન્થરના કિરદારને ફેન્સે ફાફી સરાહ્યું હતું. હવે જોવાનું એ રહશે કે ટાઈટેનિકના રેકોર્ડને તોડવા નજીક આવી ગયેલી બ્લેક પેન્થર ટાઈટેનિકનો રેકોર્ડ ક્યારે તોડે છે.

Related posts

ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલયે WHOની કામીગીરી સામે ઉઠાવ્યા પ્રશ્નો, દવામાં ખામી હતી તો વપરાશની મંજૂરી કેમ અપાઈ

Hemal Vegda

આજનું પંચાંગ તા.7-10-2022, શુક્રવારઃ ત્રયોદશી ક્ષયતિથિ, જાણો ચોઘડિયા અને શુભ મુહુર્ત

Hemal Vegda

07 ઓક્ટોબર, 2022નું રાશિ ભવિષ્ય: આ રાશિના જાતકો પર થશે લક્ષ્મીજીની કૃપા, ભાઈભાંડુઓનો મળશે સાથ-સહકાર

Hemal Vegda
GSTV