GSTV
Gujarat Government Advertisement

કોરોના કાળમાં મામૂલી રોકાણથી શરૂ કરો ‘બંપર નફો’ કરાવતો આ બિઝનેસ, દર મહિને થશે એક લાખની કમાણી

વ્યવસાય

દેશભરમાં ફેલાયેલા આ સંકટ વચ્ચે જો તમે બિઝનેસ પ્લાનિંગ કરી રહ્યાં હોવ તો એક એવો બિઝનેસ શરૂ કરો જેની ડિમાન્ડ વધુ હોય અને જેમાં વધુ નફો મેળવી શકાય. આજકાલની કંડીશન અને માર્કેટને ધ્યાનમાં લેતા તમે ટિશ્યૂ પેપરનો બિઝનેશ શરૂ કરી શકો છો. આજકાલ ઘર, ઑફિસ, રેસ્ટોરન્ટથી લઇને નાની દુકાનો સુધી ટિશ્યૂ પેપરનો ઉપયોગ થાય છે. તેવામાં આ બિઝનેસ તમારા માટે લાભકારક સાબિત થઇ શકે છે. આજે અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે અને કેટલા રૂપિયામાં શરૂ કરી શકો છો આ બિઝનેસ….

Gujarat Government Advertisement

કેટલુ કરવુ પડશે રોકાણ

આ બિઝનેસને શરૂ કરવા માટે તમારે 3.50 લાખ રૂપિયાનું રોકાણ કરવુ પડશે. જો તમે 3.50 લાખ રૂપિયાનું રોકાણ કરો તો તમે આ બિઝનેસને સરળતાથી શરૂ કરી શકો છઓ. આટલા રૂપિયા હોવા છતાં તમે કોઇ બેન્કમાંથી મુદ્દા સ્કીમ અંતર્ગત લોન માટે પણ અપ્લાય કરી શકો છો. જો તમે લોન માટે અપ્લાય કરો તો તમારી ટર્મ લોન તરીકે આશરે 3 લાખ 10 હજાર રૂપિયા અને વર્કિંગ કેપિટલ લોન 5.30 લાખ રૂપિયા સુધી મળી જશે.

મશીનરી અને મટીરિયલ પર કેટલો થશે ખર્ચ

લોન મળ્યા બાદ તમારે મશીનરી માટે આશરે 4.40 લાખ રૂપિયા સુધી ખર્ચ કરવા પડશે. તે બાદ રૉ મટીરીયલ માં આશરે 7.13 લાખ રૂપિયા બાકી ટ્રાન્સપોર્ટ, કંઝ્યુમૂબલ, ટેલિફોન, સ્ટેશનરી, મેન્ટેનન્સ, વીજળીમાં ખર્ચ કરવો પડશે.

બિઝનેસ માટે જોઇશે આટલી જગ્યા

આ બિઝનેસ માટે તમારી પાસે પ્લાન્ટ લગાવવા માટે બિલ્ડિંગ હોવી જરૂરી છે. જો ન હોય તો તમે રેન્ટ અથવા લીઝ પર પણ લઇ શકો છો.

બિઝનેસ શરૂ કરવા માટે જોઇશે લાયસન્સ

આ બિઝનેસ માટે તમારા બિઝનેસ રજીસ્ટર્ડ હોવુ જોઇએ. આ ઉપરાંત ટ્રેડ લાયસન્સ, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ  તરફથી એનઓસી સર્ટિફિકેટ, ફેક્ટ્રી સ્થાપના માટે લાયસન્સ. ઉદ્યોગ આધાર એમએસએમઇ રજીસ્ટ્રેશન અને નિકાસ માટે તમારે આઇઇસી સંખ્યા કઢાવવી પડશે.

કેટલી થશે કમાણી

સમયની માગને ધ્યાનમાં રાખતા અંદાજ લગાવી શકાય છે કે આ બિઝનેસ કેટલી કમાણી કરાવશે. આ બિઝનેસમાં તમે એક વર્ષમાં 1.50 લાખ કિલોગ્રામ પેપર નેપકિનનું જ પ્રોડક્શન કરી શકો છો. તેની બજારમાં કિંમત 65 રૂપિયા પ્રતિ કિલો સુધી છે. તે હિસાબે વાર્ષિક ટર્નઓવર આશરે 97.50 લાખ રૂપિયા હશે. તમામ ખર્ચ કાઢ્યા બાદ પણ વર્ષે 10થી 12 લાખ રૂપિયા સુધીની બચત થશે.

રોકાણ

કેવી રીતે થશે પેકેજિંગ

ટિશ્યૂ પેપર બની ગયા બાદ તમારે તેના પેકેજિંગ પર ખાસ ધ્યાન આપવુ જોઇએ. પેકેજિંગ માટે તમે તમારા રજીસ્ટર્ડ ટેગ અને ટ્રેડમાર્કનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત તમે તમારા ટ્રેડ માર્ક છાપેલા પ્લાસ્ટિકના પેકેટ તૈયાર કરી શકો છો અને દરેક પેકેટમાં 50 અથવા 100 ટિશ્યૂ પેપર મૂકી શકો છો. આ બંડલોને એક મોટા પેકેટમાં ઓર્ડર અનુસાર પેક કરીને મોકલી આપો.

રોકાણ

મુદ્રા યોજના અંતર્ગત કરી શકો છો અપ્લાય

તેના માટે વડાપ્રધાન મુદ્રા યોજના અંતર્ગત તમે કોઇપણ બેન્કમાં અપ્લાય કરી શકો છો. તેના માટે તમારે એક ફોર્મ ભરવાનું છે, જેમાં આ ડિટેલ ભરવાની છે….નામ, સરનામુ, બિઝનેસ એડ્રેસ, એજ્યુકેશન, વર્તમાન ઇનકમ અને કેટલી લોન જોઇએ છે. તેમાં કોઇપણ પ્રકારની પ્રોસેસિંગ ફીસ અથવા તો ગેરેન્ટી ફીસ પણ નથી આપવાની હોતી. લોનની અમાઉન્ટ સરળ હપ્તામાં પરત કરી શકાય છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

આ UPની વાત છે અહીં કંઈ પણ બની શકે છે ! લ્યો બોલો એક જ મોબાઈલ નંબર પર સાડા સાત હજાર લોકોના કોરોના ટેસ્ટ કર્યાં

Pravin Makwana

વેક્સિંગ પછી તમને ખંજવાળ આવે કે બળતરા થાય છે? તો પછી આ ઉપાય કરો

Bansari

મુખ્યમંત્રીની ભલામણ: સમાજ અને જ્ઞાતિના આગેવાનો આગળ આવે, જ્યાં પણ સુવિધા હોય ત્યાં તાબડતોડ કોવિડ કેર ઉભા કરો

Pravin Makwana
Video-MW-gstv.in-Direct-RS-SLDR-GL
Do NOT follow this link or you will be banned from the site!