આટલી હદે અનાજની કાળાબજારી! 25ની જગ્યા પર સાત કિલો જ આપવામાં આવતું

સુરત ભાઠેના વિસ્તારમાં વ્યાજબી ભાવની દુકાન પર સ્થાનિક રેશનકાર્ડ ધારકોએ હલ્લાબોલ કર્યો હતો. ૨૫ કિલોની જગ્યાએ ફક્ત સાત કિલો અનાજ ફાળવવામાં આવતું હોવાની મહિલાઓએ રાવ ઉઠાવી હતી. પરવાનેદાર બારોબાર અનાજનું કાળાબજાર કરતો હોવાની ફરિયાદ ઉઠી છે.

દુકાનના પરવાનેદારે જણાવ્યું હતું કે, સમયસર યોગ્ય અનાજ રેશનકાર્ડ ધારકોને આપવામાં આવે છે. જે કાર્ડધારકો અનાજ લેવા આવતા નથી. તેને ફરી અનાજ ફાળવી દેવામાં આવે છે. કાર્ડ ધારકોને અનાજ બંધ કરી દેવાની ધમકી અંગેના આરોપોને પરવાનેદારે ફગાવ્યા હતા.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter